સિહોર તાલુકાના પાંચતલાવડા ગામે આવેલ પ્રા.શાળામાં એક રૂમમાં ભોયતળીયા માં લાદી નું કામ કરી આપનાર મધ્યાહન ભોજન સંચાલક છે રૂમની અંદર લાદી સાવ ટુટી ગઈ હતી બાળકોને બેસવા માટે ખુબજ તકલીફ પડતી હતી અભિષેકભાઈ રોજ સ્કૂલે આવે અને બાળકોની પરીસ્થિતિ જુવે અને તેમના મનમાં કુમળા બાળકો માટે સુભ-સંકલ્પ કયોઁ કે મારે શાળામાં રૂમમાં લાદીનું કામ કરી આપવું તેમણે શાળાના આચાર્ય ને તથા સ્ટાફ ને વાત કરી આવુ પૂણ્ય નું કામ જાણી ને શાળા પરીવાર ખુબ જ ખુશ થયો ત્યાર પછી માત્ર ત્રણ દિવસમાં તેઓ એ રૂપિયા ૩૦,૦૦૦/- ના ખચેઁ રૂમમાં લાદીનું કામ સંપૂર્ણ પુણ કરી આપ્યું શિક્ષણ જગતના જાણકારોનું માનવું છે ગુજરાત માં પ્રથમ ધટના છે કે મ.ભ.યો સંચાલક આટલા ટુંકા પગાર માં પણ બાળકો માટે આટલી મોટી રકમનું દાન કર્યું હોય ત્યારે શાળા પરિવાર તથા ગ્રામજનોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી