
બ્રિજેશ ગૌસ્વામી
મહારાષ્ટ્રમાં શીવસેના એનસીપીની સરકાર બનતા સિહોર કોંગ્રેસમાં ખુશી ફેલાઈ છે. સંવિધાનના સ્થાપના દિવસે જ સંવિધાનનું અહિત કરનારાઓને સુપ્રિમ કોર્ટેએ લપડાક આપી છે. ખરેખર હવે ભાજપના સતાધીશોએ ઘમંડનો ત્યાગ કરી દેશના હિતમાં વિચારે તેવી કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. ઘણા લાંબા સમયથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની મથામણ ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભાજપ સરકારના નિર્ણયને જાકારો મળ્યો અને મહારાષ્ટ્રમાં શીવસેના એનસીપી કોંગ્રેસની સરકાર બનાવવા માર્ગ મોકળો થયો આ બાબતે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલએ આવકારી અને લોકશાહીનો વિજય ગણાવ્યો હતો.