“મહા” ને પગલે મહાએલર્ટ, તંત્ર વાવાઝોડા સામે ટક્કર માટે તૈયાર, શક્ય તેમ નુકશાની ઓછી થાય તે દિશામાં તંત્રની કામગીરી, એન.ડી.આર.એફ ની ટિમ પણ તૈનાત, ગામો માં ઢોલ વગાડી લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે.

હરીશ પવાર
આવતીકાલથી સિહોર ભાવનગર સહિત ગુજરાતના દરિયાકાંઠા વિસ્તાર જેમાં દીવ થી દ્વારકા સુધીનો પટ્ટો ઉપરાંત સોમનાથ,વેરાવળ,જાફરાબાદ ભાવનગર સહિતના દરિયાકાંઠે “મહા” નામના વાવાઝોડાની અસરથી પ્રભાવિત થનાર હોય જેને લઇને ભાવનગર વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. ગઈકાલે ભાવનગર કલેકટર દ્વારા વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી આગામી આવી રહેલ “મહા” વાવાઝોડાને પહોંચી વળવા તેમજ શક્ય તેટલી નુકસાની ઓછી થાય તેમજ કોઈ માનવ જીંદગી તેમાં ભોગ ન બને તે બાબતે એલર્ટ રહેવા કહ્યું હતું. વાવાઝોડા સમયે ભાવનગર દરિયાકાંઠો કે જ્યાં ભારે વરસાદ ની પૂરી શક્યતા રહેલી હોય જેને લઇને જરૂર પડે તો દરિયાકાંઠા વિસ્તારના ૮ થી ૧૦ ગામોને સ્થળાંતર, તેમજ માર્ગો બંધ ન થાય કે વીજ પૂરવઠો જળવાઈ રહે વાહન વ્યવહાર પ્રભાવિત ન થાય લોકોને આરોગ્ય સેવા મળી રહે જેવી તમામ બાબતે વિવિધ વિભાગોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ અલંગ કે જ્યાં પરપ્રાંતીય મજૂરો કામ કરતા હોય તેમને સલામત સ્થળે ખસેડવા આદેશ આપી દેવામાં આવ્યો છે સાથે સાથે એનડીઆરએફની ટીમ ને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે એનડીઆરએફ ની ટીમ ભાવનગર આવી પહોંચી છે. ૨૫ જેટલા સભ્યોની આ ટુકડી જરૂરી સાધન સામગ્રી સાથે તેમના ખાસ વાહનમાં આવી પહોંચી હતી. એન.ડી.આર.એફ ટિમ ના કમાન્ડરે કહ્યું કે તેઓ વાવાઝોડાની વિષમ પરિસ્થિતિમાં લોકોને મદદ કરવા તેમજ કોઈપણ મુશ્કેલીને પહોંચી વળવા તૈયાર છે. ભાવનગરના દરિયાકાંઠા પર મરીન પોલીસ નો મસમોટો કાફલો તેના કરી દેવામાં આવ્યો છે. દરિયા માછીમારી કરવા ગયેલી તમામ બોટો પરત બોલાવવામાં આવી છે તેમજ કોઈપણ માછીમારી ક્યાંય વ્યક્તિ દરિયામાં ન જાય તેની કાળજી રાખવામાં આવી રહી છે સાથે સાથે દરિયા પડતી વિસ્તાર તમામ પ્રકારની નજર રાખવામાં આવી રહી છે.ઘોઘાબંદર ખાતે તંત્ર દ્વારા ઢોલ વગાડીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે સાથે સાથે સૂચનાઓ પણ દીવાલો પર લગાડવામાં આવેલી છે. “મહા” વાવાઝોડાને પહોંચી વળવા તેમજ તેની અસર થી શક્ય તેટલું નુકસાન ઓછું થાય તે બાબતે તંત્ર રાજ્ય સરકારના આદેશને પગલે કામ કરી રહ્યું છે અને સાથે સાથે લોકોને પણ સાવચેત રહેવા અનુરોધ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here