દેવરાજ બુધેલીયા
સમુદ્રમાં સર્જાયેલ મહા વાવાઝોડાની અસર રૃપે સિહોર અને પંથકમાં સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો છે કેટલીક જગ્યાઓ પર વરસાદી વાતાવરણ અને વરસાદી માહોલ સર્જાયો છે વરસાદી માહોલાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મહા વાવાઝોડું વળાંક લઈને ૬-૭ નવેમ્બરના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાવવાની સંભાવના વ્યક્ત કરી છે. દરિયો તોફાની બનશે તેવી આગાહી કરવામાં આવી છે વહિવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે દરિયાઈ વિસ્તારમાં તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે વરસાદી વાતાવરણથી પંથકના ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. કમોસમી વરસાદાથી પાકને નુકશાન થશે તેવી ભીતિ સેવાઇ રહી છે

વાવાઝોડા વેળા બહાર નીકળવું નહિ, વૃક્ષો નીચે ઉભા રહેવું નહિ, પશુઓને ખૂંટાથી છુટા કરી રાખવા

સિહોર ભાવનગર સહિત સમગ્ર ગુજરાતના દરિયા કિનારાના ગામોમાં સંભવિત મહા વાવાઝોડાની અસર નહીં થાય તે માટે લોકોની સલામતિને લઇને સરકારે જુદી જુદી સુચનાઓ આપી છે. જેમાં સ્થાનિક અધિકારીઓના સતત સંર્પકમાં રહેવાનો પ્રયત્ન કરવા, પશુધનને ખૂંટાથી છુટા કરી રાખવા, અંગરિયાઓએ સલામત સ્થળે ખસી જવુ. આશ્રય લઇ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાનમાં રાખવા, સુકો નાસ્તો, પાણી ,ધાબણા, કપડા પ્રાથમિક સારવારની કીટ તેમજ અગત્યના ટેલીફોન નંબરો સાથે રાખવા અનુરોધ છે. આ ઉપરાંત જર્જરીત મકાનો નીચે કે વૃક્ષ નીચે આશ્રય લેવો નહીં. વીજ પ્રવાહ કે ગેસ પ્રવાહ બંધ રાખવા. વીજળીના થાભલાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. વાવાઝોડામાં બહાર નીકળવાનું સાહસ નહી કરવા પણ તાકીદ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here