સાગવાડી ગામે રાહદારીના મોતની રાહ જોતા ખાડાઓ-તંત્રની આળસ ઉડી ને આંખે વળગે છે

દેવરાજ બુધેલીયા
સિહોર સહિત સમગ્ર જિલ્લાના ગામના કે મુખ્ય હાઇવે ઉપર જ્યાં જોવો ત્યાં વરસાદ પડતાં જ ધોવાય ગયા છે. મુખ્યમંત્રી દ્વારા ગળું ફાડી ફાડી ને જાહેરાત કરવામાં આવી છે કે તાકીદે રસ્તા સારા કરવા કહેવામાં આવ્યું છે છતાં જાડી ચામડીના અધિકારીઓ જરા પણ ગણકારતા છે નહિ તે રસ્તાઓની ખરાબ હાલત જોતા લાગી રહ્યું છ. સિહોરના સાગવાડી ગામે આવેલ રસ્તો કે જ્યાંથી સવાર થી રાત સુધીમાં અનેક રાહદારીઓ પસાર થાય છે. અહીં સાગવાડી ગામે મોતને નોતરું દે તેવા મસમોટા ખાડાઓ પડી ગયા છે છતાં આંધળા તંત્રને દેખાતા નથી. આ ખાડાઓ કહી આજકાલ ના નથી મહિના ઉપરથી આવી જ હાલત છે અને લોકો આ જ માર્ગ ઉપરથી પોતાના જીવના જોખમે પસાર થાય છે. અહીં અકસ્માતે એકાદો મરે તો તંત્ર ને શુ ?