ભાલ વિસ્તારોની હાલત દયાજનક, જેનું કારણ પણ સરકારનો ભષ્ટાચાર, ગુજરાતમાં વરસાદી આફત છતા મુખ્યમંત્રી રૂપાણી રશિયાના પ્રવાસે: શક્તિસિંહ ગોહિલ

શક્તિસિંહે કહ્યું ભાલ વિસ્તારોની હાલતમાં સરકાર સંપૂર્ણ જવાબદાર, ભષ્ટાચારે લોકોની હાલત કફોડી કરી નાખી

મિલન કુવાડિયા
ભાવનગરના ભાલ વિસ્તારના પર્યાવરણના નિયમોથી વિરુદ્ધ અને જેમાં ભષ્ટાચારની ગંઘ આવે તે રીતે મીઠાના અગરો માટે સરકારે જમીન આપી હોવાથી ભાલના ગામડાઓની હાલત પાણીનો નિકાલ ન થવાથી હાલત દયાજનક છે. ભાવનગર અમદાવાદનો રસ્તો પણ ડૂબ્યો છે. તેમાં પણ સરકાર જવાબદાર છે ભાવનગરના ભાલ સાથે સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિથી પારાવાર મુશ્કેલી છે.તેવા સમયે સીએમ રૂપાણીને સ્થાનિક પ્રશ્નોને નિવારવાના બદલે રશિયા પ્રવાસે જવાથી કોઈ ફાયદો થશે નહીં તેવું કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું ભાવનગરના ભાલ સહિત ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર પુરથી પ્રભાવીત છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી રશિયાના પ્રવાસે હોવાની ઘટનાની શક્તિસિહે ટીકા કરી તેમણે કહ્યુ કે, ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે મુશ્કેલી પેદા થઈ છે અને જે મૃત્યુ થાય તે નિવારી શકાયા હોત ગુજરાત પાણીથી ત્રસ્ત છે અને મુખ્યમંત્રી રશિયામાં ફરે છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રીએ રશિયામાં જવાને બદલે લોકોની વચ્ચે રહેવું જોઈએ. હવામાન વિભાગે અગાઉથીજ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગહી કરી હતી, આવા સંજોગોમાં માછીમારોને રોકવાની જવાબદારી તંત્રની હતી. અને જો તંત્રએ જવાબદારી નીભવી હોત તો આ બધી જાનહાની રોકી શકાય તેવી હતી. તેમણે આક્ષેપ કર્યો કે, તંત્રની બેદરકારીને કારણે આટલી જાનહાની થઈ આજે ભાવનગરના ભાલ વિસ્તારની હાલત અત્યંત કફોડી છે જે વિસ્તારોમાં જમીનો ધોવાઈ ગઈ છે તેવા ખેડૂતોને સહાય આપવી જોઈએ સુરેન્દ્રનગરમાં પુરના પાણી ઓસર્યા બાદ વાવડીમાં 7 લોકોના મૃતદેહ મળ્યા ભાલના વિસ્તારમાં મીઠાના અગર માટે ભ્રષ્ટાચાર કરીને જમીન આપી જેના માટે સરકાર જવાબદાર છે. રશિયામાં ફરવાને બદલે બચાવ કામગીરીમાં ઢીલાશ રાખવામાં આવી એના કારણે આટલી જાનહાની થઈ જે કોઇએ કામગીરીમાં ઢીલાશ રાખી હોયતે તેમામ બેદરકારો સામે ક્રિમિનલ કેસ કરવામાં આવે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલો બોપલની ટાંકી તુટવાની કિસ્સામાં સરકારને આડે હાથ લીધી તેમણે કહ્યુ કે, બોપલમાં ટાંકી તુટ્યા મુદ્દે ભાજપાના લોકોએ માધ્યમો સામે સ્વિકાર્યુ કે, જર્જરિત ટાંકી મુદ્દે રજુઆત આવી હતી. લોકોએ રજુઆત કરી છત્તા ટાંકી ના તોડી તંત્રની બેદરકારીના કારણે લોકોને જીવ ગુમાવ્યો હતો. મુખ્યમંત્રી તપાસની વાત કરે એમ નહીં પણ FIR દાખલ કરે કોંગ્રેસની માંગ છે કે, બોપલની ઘટનામાં ફોજદારી ગુન્હો દાખલ કરવામાં આવે અને જે લોકોએ જીવ ગુમાવ્યા છે. તમને સહાય ચુકવી જોઇએ.

ભાલમાં મીઠાના અગરો લોકો માટે મુસીબત સાબિત થયા, સ્થાનિક લોકોનો વિરોધ છતાં સરકારે વિસ હજાર એક જમીન એક કંપનીને ફાળવી દીધી

ભાલ પંથકમાં ખેતીલાયક સરકારી પડતર ૨૦ હજાર એકર જમીન મીઠાના અગરો માટે ફાળવવાના સરકારના નિર્ણય સામે ભાલ પંથકના વિવિધ ગામોના લોકો ઉગ્ર વિરોધનો સુર અગાઉ ઉઠ્યો હતો અને કોઈપણ સંજોગોમાં જમીન મીઠા ઉદ્યોગ માટે નહીં ફાળવવાની પ્રબળ માગ ઉઠી હતી પરંતુ ભાલ પંથકના લોકોની લાગણી અને માગણીને સરકાર દ્વારા સરેઆમ નજરઅંદાઝ કરવામાં આવી હતી અને જેનું જ પરિણામ હાલ ભાલના ગામડાઓ ભોગવી રહ્યા છે અને જેના માટે સંપૂર્ણ સરકાર જવાબદાર છે તે કહેવું યોગ્ય ગણાશે મીઠાના અગરોના કારણે જે પાળા બનાવવામાં આવે છે તેના લીધે આ નદીઓનું કુદરતી વહેણ અવરોધાય છે અને તેના કારણે પાણીઓ ભરાઈ છે સને ભારે કપરી સ્થિતિનું નિર્માણ થાય છે. કારણ કે, એક તરફ નદીઓનું પાણી પાળાના કારણે રોકાય છે અને એમાં વરસાદનું પાણી ઉમેરાય છે. આ સ્થિતિમાં જો દરિયામાં ભરતી હોય તો પરિસ્થિતિ ભયાવહ બને છે ત્યારે સરકારની લાપરવાહીને કારણે હાલ ભાલ પંથકમાં વસતા હજારો લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે