અશ્વિન સાંકડસરિયા હાલ દિલ્લીમાં રહે છે, કાજલ ઓઝા સામે સોશિયલ મીડિયા પર બીભત્સ પોસ્ટ્સ કરી હતી, અશ્વિનને ગુરુવારે કોર્ટમાં હાજર રહેવા આદેશ

સલીમ બરફવાળા
જાણીતાં લેખિકા અને પત્રકાર કાજલ ઓઝા વૈદ્યે 3 દિવસ સુધી સોશિયલ મીડિયા પર બીભત્સ પોસ્ટ કરનારા અગાઉ પાટીદાર આંદોલન સાથે જોડાયેલા મૂળ સિહોરના ઘાંઘળી ગામના રહેવાસી યુવાન હાલ દિલ્હી ખાતે રહેતા સાંકડસરિયા સામે અમદાવાદની સિટી સિવિલ કોર્ટમાં બદનક્ષીનો દાવો માંડ્યો છે. કોર્ટે પ્રતિવાદી વિરુદ્ધ અરજન્ટ નોટિસ કાઢી ગુરુવારે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે. અગાઉ પાસમાં રહેલા મૂળ ઘાંઘળી ગામે રહેતા દિલ્હી સ્થાપી થયેલા અશ્નિન સાંકડસરિયાએ સોશિયલ મીડિયા પર કાજલ ઓઝા વૈદ્ય વિરુદ્ધ 15થી 17 સપ્ટેમ્બર એમ 3 દિવસ બીભત્સ શબ્દોમાં પોસ્ટ કરી હતી. આ પ્રકારની પોસ્ટ જોઇ કાજલ ઓઝા વૈદ્યે એડવોકેટ ઋષાંગ મહેતા મારફતે સિટી સિવિલ કોર્ટમાં સોશિયલ મીડિયા પર થતી બદનક્ષીને રોકવા દાવો કર્યો હતો, જેમાં દાદ મગાઈ છે કે, બીભત્સ શબ્દોમાં પોસ્ટ કરી બદનામી કરનાર અશ્વિનને અરજન્ટ નોટિસ કાઢી હાજર કરવામાં આવે.

વળતર પછીથી નક્કી કરાશે

એડવોકેટ ઋષાંગ મહેતાએ કહ્યું કે, ગુરુવારે કોર્ટમાં સુનાવણી બાદ પછીથી બદનક્ષીના દાવામાં કેટલા રૂપિયાનું વળતર માગવું તે નક્કી કરાશે. હાલમાં તો સોશિયલ મીડિયા પર થતી બિભત્સ પોસ્ટ અટકાવી પ્રતિવાદીને કોર્ટમાં હાજર કરાશે.

અશ્નિન સાંકડસરિયાએ સનાતન ધર્મીઓનું સમર્થન માંગ્યુ

અશ્નિન સાંકડસરિયા ફેસબુક પર પોસ્ટ મુકી છે કે, આજ રોજ મીડિયાના માધ્યમથી જાણવા મળેલ છે કે મારી ઉપર બદનક્ષીનો દાવો કરવામાં આવેલ છે. તો આ બાબતે કાનુની લડત આપવા માટે સર્વે સનાતન ધર્મીઓ, સ્વામિનારાયણ પંથીઓ તથા વાણી સ્વતંત્રતામાં માનતા તમામ ભાઇઓ અને બહેનોને મારું સમર્થન કરવા આહવાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here