મેઘરાજાને મનાવવા સિહોર ખાતે જિલ્લા ભાજપ દ્વારા યજ્ઞનું આયોજન

કોરોનાની મહામારી નેસ્ત નાબૂત થાય અને વરસાદ માટે સિહોર ખાતે આવેલ ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિર ખાતે યજ્ઞનું આયોજન

હરિશ પવાર
એક તરફ દુકાળના ટાકલા વાગી રહ્યા છે બીજી તરફ કોરોનાની ત્રીજી લહેર માટે નિષ્ણાંતો સંકેત આપી રહ્યા છે વરસાદ વગર જગતનો તાત લાચારી અનુભવી રહ્યો છે વરસાદ વગર લાખ્ખો કરોડો રૂપિયાના પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે જેની વચ્ચે વરસાદના આગમન અને કોરોના નેસ્ત નાબૂત માટે જિલ્લા ભાજપ દ્વારા સિહોર ખાતે યજ્ઞનું આયોજન કર્યું છે આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થવાના આરે છે ત્યારે સિહોરના શિવશકિત પાર્ક ખાતે આવેલ ચંદ્રમૌલેશ્વર મહાદેવના સાનિદયમાં પ્રખર કર્મકાંડી ભૂદેવો દ્વારા પૂજા અર્ચના તેમજ મંત્રોચાર સાથે મહા લઘુરુદ્ર યજ્ઞ યોજવામાં આવેલ આ સાથે ભૂદેવો દ્વારા જિલ્લા રાજ્ય અને દેશમાં કોરોના જેવા મહામારી માંથી ભયંકર વાયરસ નાબૂદ સુખ શાંતિ માટે મેઘરાજા ને મનાવવા સહિત મંત્રોચાર સાથે આ મહા લઘુરુદ્ર યજ્ઞ યોજવામાં આવેલ હતો.

જેમાં સ્થાનિક તેમજ આજુબાજુ ના સોસાયટી ના રહીશો અને ઘનશ્યામભાઈ ડાંગર દ્વારા આ હવન નું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લા ભાજપ ના પ્રમુખ મુકેશભાઈ લંગાળિયા,નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ, શંખનાદ સંચાલક મિલન કુવાડિયા, તાલુકા પંચાયત ના મહિલા પ્રમુખ તૃપ્તિબેન જસાણી,જિલ્લા મહિલા મોરચા ના પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્ય ભોળાભાઈ ચુડાસમા.જિલ્લા ઉપપ્રમુખ માસાભાઈ ડાંગર, સિહોર શહેર /ગ્રામ્ય પ્રમુખ શ્રીઓ મહામંત્રી નિલેશભાઈ જાની. નગરસેવકો,સિહોર શહેર/ ગ્રામ્ય ભાજપ ના હોદેદારો પદાધિકારીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાલીયા તેમજ પાલિકા પ્રમુખ વી.ડી.નકુમ લઘુરુદ્ર યજ્ઞમાં પૂજા અર્ચના સાથે આહુતિ આપી દર્શન તેમજ પૂજા અર્ચનનો લાભ લઇ ધન્યતા અનુભવેલ અને વરસાદ માટેની પ્રાર્થના કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here