સિહોર કોંગ્રેસની સમી સાંજે બેઠક મળી, કાર્યક્રમમાં સૌને જોડાવવા મંચ સ્થાનેથી આહવાન, કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ખાસ હાજરી આપશે

સલીમ બરફવાળા
આવતીકાલે ભાવનગરમાં જિલ્લા કોંગ્રેસના આશ્ચર્યજનક કાર્યક્રમને લઈ સિહોર કોંગ્રેસની અગત્યની બેઠક ગેલોર્ડ હોટલ ખાતે મળી હતી જેમાં મંચ સ્થાનેથી સૌને કાર્યક્રમમાં જોડાવવા આહવાન કરાયું છે કાર્યક્રમમાં ખાસ અમિત ચાવડા ઉપસ્થિત રહેવાના છે મોંઘવારી, મંદી સહિતના પ્રશ્ને લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે હવે કોંગ્રેસ લોકોના પ્રશ્નને વાચા આપવા મેદાનમાં આવશે. આવતીકાલે ગુરૂવારે ભાવનગર શહેરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સહિતના અગ્રણી-કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહેશે તેમ જાણવા મળેલ છે. કોંગ્રેસ દેખાવ કરી ભાજપને ભીંસમાં લેશે. ભાવનગર શહેરના ઘોઘાગેટ ચોક ખાતે આગામી તા. 14 નવેમ્બરને ગુરૂવારે બપોરના 2 કલાકે ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, મંદી, બેરોજગારી, અતિવૃષ્ટિ, ખેડૂતના પ્રશ્ન સહિતના પ્રશ્નને વાચા આપવા માટે વિરોધ પ્રદર્શન કરશે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા ઉપસ્થિત રહેશે. મંદી, મોંઘવારી, બેરોજગારી સહિતના પ્રશ્નો લાંબા સમયથી છે પરંતુ ભાજપ સરકાર દ્વારા કોઈ પગલા પરિણામ લક્ષી પગલા લેવામાં આવતા નથી તેથી લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે લોકોના પ્રશ્ને હવે કોંગ્રેસ પક્ષ મેદાનમાં આવી રહ્યો હોવાનુ જણાય રહ્યુ છે. ખેડૂતોને પણ પોષણ ભાવ મળતા નથી તેમજ ખેડૂતો અનેક પડતર પ્રશ્ન પણ છે. આ અંગે ખેડૂત સંગઠનોએ વારંવાર ભાજપ સરકારને રજુઆત કરેલ છે પરંતુ કોઈ પગલા લેવામાં આવેલ નથી તેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક ભણેલા ગણેલા યુવાનો હાલ બેરોજગાર છે પરંતુ સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી અને યુવાનો નોકરી માટે ભટકી રહ્યા છે. યુવાન, ખેડૂત સહિતના પ્રશ્ને કોંગ્રેસ વિરોધ કાર્યક્રમ આપી ભાજપ સરકારને ઘેરશે તેમ જણાય રહ્યુ છે. કોંગ્રેસના વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણી-કાર્યકરો હાજર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here