યાસીન ગુંદીગરા
મહોરમ માસ મુસ્લિમો માટે ગમગીન મહિનો છે સત્ય અને ન્યાય ખાતર કરબલાના રણમાં પોતાના સાથીઓ સાથે કુરબાની આપનાર હજરત ઇમામ હુસેનની શહીદીના માનમાં મુસ્લીમ સમાજ દ્વારા મહોરમ ઉજવવામાં આવે છે. બુધવારે તાજીયા પડમાં આવતાની સાથે મંગળવારે તાજીયાના ઝુલુસ માર્ગો પર નીકળવાના છે ત્યારે હાલ સિહોર ખાતે મુસ્લિમ વિસ્તારોમાં રાત્રી દરમિયાન મિજાલસનું આયોજન કરવામાં આવે છે લીલાપીર ગ્રાઉન્ડ સાથે માધવનગર સહિતના વિસ્તારોમાં મીજાલસના આયોજન થાય છે જેમાં લોકો મોટી સંખ્યામાં હાજરી આપે છે ઉપસ્થિત સૌ માટે આયોજકો દ્વારા ન્યાઝની પણ વ્યવસ્થાઓ કરવામાં આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here