ગઇરાત્રે આખી રાત તાજીયા ઝુલુસ રૂપે ફર્યા બાદ આજે સવારથી રાબેતા રૂટ પર તાજીયા ફર્યા, આજના ખાસ દિવસે મસ્જિદોમાં ખાસ દુવા ન્યાઝો વાઇઝનું આયોજન, પોલીસનો મુશ્કેટાટ બંદોબસ્ત રહ્યો

યાસીન ગુંદીગરા..દેવરાજ બુધેલીયા
સિહોર શહેર સહિત પંથકના ટાણા બુઢણા સહિત ગામોમાં ગઇરાતે આખી રાત તાજીયાઓ જુલુસ રૂપે ફર્યા હતા અને આજે ૧૦મી મહોર્રમ ‘આશૂરાહ’ પર્વનો શોક મુસ્લીમોમાં છવાઇ ગયો હતો ગઇરાત્રે પડમાં આવ્યા બાદ માતમમાં જે આજે પછી રાબેતા મુજબ સવારે ૧૧ વાગ્યા આજુબાજુ ફરી જે તે જગ્યાએથી ઉપડી પોતાના રૂટ ઉપર ફર્યા હતા હુસેની મહેફિલો અશ્રુભેર પુર્ણાહુતી પામી હતી ત્યારે તાજીયાની સમક્ષ અનેક હિન્દુ- મુસ્લીમ ભાઇ-બહેનો માનતાઓ પૂરી કરતા નજરે પડતા કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા. સિહોર શહેર અને જીલ્લા સહીત સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ બિરાદરો મહોરમની પરંપરાગત ઉજવણી કરી થઈ ગઈ છે. હજરત ઈમામ અને તેમના સાથીઓએ કરબલા માં ધર્મ અને સત્ય ના કાજે વહોરેલી શહાદત માં કરબલા ના શહીદની યાદમાં  પરંપરાગત પર્વ ની ઉજવણી કરવામાં આવે છે. ઈમામ હુસેનની શહાદતની યાદમાં મુસ્લિમ ધર્મમાં મોહરમનું પર્વ મનાવવામાં આવે છે. સત્ય અને અસત્યની લડાઈમાં ઈમામ હુસેન અને તેમના ૭ર વફાદાર સાથીઓએ કરબલાના મેદાનમાં ધર્મ ની રક્ષા અને સત્ય માટે શહાદત વહોરી હતી, જે શહીદોને યાદ કરીને મોહરમ પર્વ મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે મનાવવામાં આવે છે ગઈરાત્રી થી સિહોરના લીલાપીર વિસ્તારથી તાજીયા પડમાં આવ્યા હતા આજે ઘાંચીવાડ જલુનોચોક મકાતનોઢાળ થઈ આંબેડકર ચોક પોહચ્યા હતા ત્યાંથી એજ રૂટ પરત ફરીને થઈ સમી સાંજે ઠંડા થયા હતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જ્યારે તાજીયા રૂટો પર ઠેર ઠેર સબીલ પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here