રંઘોળા કોળી સમાજ ઉમરાળા મામલતદાર કચેરીએ પોહચી ન્યાયની માંગ કરી, લોકોએ મીડિયા સામે આક્રોશ ઠાલવ્યો..લોકોનું કહેવું છે કે સમાજના લોકો પાસે વાડી બનાવવા પૈસા ઉઘરાવ્યાં જગ્યા દાનમાં લીધી અને એ આગેવાને જગ્યામાં હોટલ ઉભી કરીને ધંધો શરૂ કરી દીધો અને પાછળના ભાગે ઢોર રાખવા તબેલો બનાવ્યો

નિલેશ આહીર
રંઘોળા ગામના કોળી સમાજના ૨૦૦ થી વધુ લોકો ઉમરાળા મામલતદારને કચેરી ખાતે પોહચી ન્યાયની માંગ કરી રહ્યા છે ગઈકાલે રંઘોળા ગામના કોળી સમાજના મામલતદાર કચેરી ખાતે રજુઆત માટે પોહચીને સમાજના નામે છેતરપીંડી કરનાર સામે સમાજના લોકોમાં ન્યાયની માંગ ઉઠી છે લોકોનું કહેવું છે કે રંઘોળા ગામના કોળી સમાજના ૨ આગેવાનો દ્વારા રંઘોળા ગામે કોળી સમાજની વાડી બનાવવા પૈસાનો ફાળો ઉઘરાવી જગ્યા દાન પેટે લઈ લોકો સાથે છેતરપીંડી કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે એવું પણ લોકોનું કહેવું છે કે આ જગ્યા પર હાલ હોટલ બની ગઈ છે અને પાછળમાં ભાગે ઢોર માટેનો તબેલો બનાવી નાખવામાં આવ્યો છે જે બાબતે કોળી સમાજના લોકોમાં આગેવાન સામે રોષ ફેલાયો છે અને જેને લઈ રંઘોળા ગામના કોળી સમાજના સ્થાનિક લોકો ઉમરાળા મામલતદાર કચેરી ખાતે પોહચ્યા હતા જ્યાં તેઓએ રજુઆત કરીને મીડિયા સામે રોષ ઠાલવ્યો હતો અહીં રજુઆત દરમિયાન મહિલાઓ પણ જોડાઈ હતી અને અગ્રણી સામે પૈસા લીધાનો આક્રોશ વ્યક્ત કરીને ન્યાયની માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે આગેવાન રાજકીય વગ ધરાવે છે સમાજને મદદ રૂપ થવાને બદલે પોતાના હોદ્દા અને પોતાની રાજકીય વગના કારણે આ મામલો દબાવી દેવાની પણ સાજીશ ચાલતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે જોકે સમાજના લોકો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે