અમારા સહયોગી નિલેશ ઢીલાએ કહ્યું ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળાએ માથું ઉચકિયું, પીએચસીમાં ડોકટર છે નહીં..લોકોને હાડમારીનો પાર નથી..પ્રવીણ મારુએ પણ રજૂઆતો કરેલી છે કોઈ ધ્યાને લેતું નથી

નિલેશ ઢીલા આહીર
રંઘોળા પીએચસી સેન્ટર અંદરના ગામડાઓમાં હાલમાજ એક ગામમાં ડેન્ગ્યુના બે કેસ પણ નોંધાયેલા છે કોંગો ફીવર, મેલરીયા, તાવ,તરોડ,માથાંનો દુખાવો, શરદી,ઉધરસ,સહિતની ઘણી બધી બીમારીઓના કેસો નોંધાયેલા છે બીમારીઓ ફાટી નીકળી છે તંત્રની આરોગ્ય નીતિ બેધારી સાબિત થઈ રહી છે સરકારના આરોગ્ય વિભાગને છેલ્લા ઘણા સમયથી કેટ કેટલી રજુઆતો કરવા સતા પણ રંઘોળા પીએચસી સેન્ટરમાં કાયમી મેડીકલ ઓફિસર ફાળવવામાં આવેલ નથી ગુજરાત રાજ્ય લેવલે મોટામાં મોટુ પીએચસી સેન્ટર રંઘોળામાં આવેલ છે ૬૦૦૦૦ લોકોની વસ્તી અને 29 ગામડાઓ અને ૧૪ સબ સેન્ટર ધરાવતું હોવા છતા એક પણ કાયમી ડોક્ટર નથી ગામડામાં આવેલા સરકારના વેલનેસ સેન્ટરો તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારોમાં રોગશાળાના લીધે સરકારી તબીબો દ્વારા ક્લિનિક કરવાની તાતી જરૂરિયાત છે ગ્રામ્ય વિસ્તારની પ્રજા જાય તો જાય ક્યાં સરકારના પ્રતિનિધિઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓને ગામડાની ગરીબ પ્રજાની અને દર્દીઓની ક્યાં પડી છે જાગૃત નાગરિકો દ્વારા અવાર નવાર કાયમી ડોક્ટરની માંગ કરવામાં આવેલ રજુઆત ધ્યાને લેવામાં આવતી નથી