શંખનાદ કાર્યાલય

નાયબ કલેકટરશ્રી ગોકલાણીના આદેશના પગલે તંત્ર વિભાગના અધિકારીઓએ સ્થળ વિઝીટ અને તપાસ કરી

રંઘોળી નદીના ભયજનક પુલ મામલે તંત્ર વિભાગ હરકતમાં આવ્યું છે અને ઉચ્ચ અધિકારીના આદેશના પગલે સ્થાનિક તંત્રના વિભાગ સ્થળ પર દોડી જઈને તપાસનો ધમ-ધમાટ શરૂ કર્યો છે ઉમરાળા તાલુકામાં લંગાળા ગામમાં પસાર થતી રંઘોળી નદી ઉપર વિશાળ પૂલ છે, કરોડો રૃપિયાના ખર્ચે તૈયાર થયેલા આ પૂલની પર સતત ટ્રાફિક રહે છે, પરંતુ આ પૂલ તંત્રના અને ખનીજ માફિયાઓના પાપે ક્યારે કડડભૂસ થશે તે નક્કી નથી. કારણ કે પૂલની પિલોર સુધી ગોઠણસમી નદીને ખોતરી નાખી છે. તો કેટલાક જગ્યાએ દસથી ફૂટ સુધી રેતી ખોતરીને ખનીજ ચોરી થઈ રહી હોવાની વિગતો મળી રહી છે સમગ્ર મામલે નાયબ કલેકટરશ્રી ગોકલાણી દ્વારા તપાસના આદેશો જારી કર્યા છે સબંધિત વિભાગોને તાકીદ કરી છે આજે ઉમરાળા તાલુકામાં લંગાળા ગામમાં પસાર થતી રંઘોળી નદી પુલની સ્થળ વિઝીટ કરીને પુલ બાબતની જરૂરી નોંધ લેવાઈ હતી નાયબ કલેકટરશ્રી ગોકલાણીની સૂચનાથી ઉમરાળા પોલીસના અધિકારીશ્રી ઉમરાળા મામલતદારશ્રી આરએનબી સહિત ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પુલ પર સ્થળ પર પોહચી જરૂરી ચકાસણીઓ કરીને તપાસ હાથ ધરી છે ત્યારે રંઘોળી નદીના ભયજનક પુલને લઈ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે જેના કારણે ખનન ચોરોમાં પણ ફફડાટ ફેલાયો છે