પોતાના વતનથી દૂર ફરજ બજાવતા અધિકારી અને પોલીસ કર્મીઓ એક પણ તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવી ન શકે, કારણ એમણે તો પ્રજાની રક્ષા કરવાના વચન લીધા છે, બાબત ખૂબ અઘરી છે, સિહોર પોલીસ મથકે લાગણીસભર દર્શયો સર્જાયા

સલીમ બરફવાળા
ભૈયા મોરે રાખી કે બંધન કો નિભાના..ભાઇ-બહેનના પ્રેમનું પર્વ એટલે રક્ષા બંધન..ભાઇના હાથે રાખડી બાંધી બહેનો પોતાની રક્ષા કરવાનું ભાઇ પાસે વચન લેતી હોય છે. આવતીકાલે રક્ષાબંધન છે ત્યારે સિહોરની વિદ્યામંજરી સ્કૂલની બહેનો દ્વારા સિહોર પોલીસ મથકના અધિકારી અને કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી ખાસ કરીને સરકારના તમામ વિભાગો કરતા પોલીસ ડિપારમેન્ટમાં કામ કરવું અને ફરજ બજાવવી ખૂબ અઘરી પડે છે પોલીસમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારી ક્યારેય પોતાના પરિવારો સાથે વાર તહેવારો ઉજવી શકતા નથી કારણકે દેશ અને રાજ્યની પ્રજા હર્ષ સાથે કોઈપણ તહેવારની ઉજવણી કરતી હોય ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એજ અધિકારી અને પોલીસ જવાન પોતાની ફરજ બજાવતા હોઈ છે આ બાબત ખૂબ અઘરી છે અને એ સમયે ફરજ અને પરિવાર વચ્ચેનો તાલમેલ એ અધિકારી અને કર્મીઓ જાળવી શકે છે અને ખૂબ અઘરી પડનારી બાબત છે ત્યારે સિહોર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હંમેશા કટીબધ્ધ એવા અધિકારી પીઆર સોલંકી અને સાથી સુરક્ષા કર્મચારીઓ જે સતત રાતદિવસ કે તહેવાર હોય છતાં પણ પોતાની ફરજ અદા કરતા હોય છે.પોલીસ કર્મચારીઓ પોતાના વતનથી દૂર ફરજ પરના ભાગરૂપે જવાબદારીઓ અદા કરે છે ત્યારે સિહોરની વિદ્યામંજરી સ્કૂલની વિધાર્થીની બહેનો દ્વારા પોલીસ મથકમાં ફરજ બજાવતા અધિકારી પ્રણવ સોલંકી અને ફરજ પરના પોલીસકર્મી જવાનોને રાખડી બાંધીને મોં મીઠા કરાવી ને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા