મૃતકમાં ૩ પુરૂષ અને ૨ મહિલાનો સમાવેશ, અરેરાટી

સલીમ બરફવાળા

વલ્લભીપુર તાલુકાના જુના રતનપર ગામમાં નદીમાં ન્હાવા પડેલા ૧૦ વ્યક્તિ ડૂબી ગયા હતા. જેમાંથી એક જ પરિવારના ૫ લોકોનાં મોત થયા છે. જ્યારે ૫ લોકોને સ્થાનિક તરવૈયાની મદદથી બચાવી લેવામાં આવ્યા છે. રતનપર ગામનાં દેવીપૂજક સમાજના ખેત મજૂરો બપોરે ભોજન લીધા બાદ ચાડા ગામેથી પસાર થતી કેરી નદીના ખાડામાં ભરાયેલા ખાડામાં નાહવા પડ્યા હતા. જેમાંથી તમામ ડૂબવા લાગતા સ્થાનિક તરવૈયાઓની મદદથી ૫ ને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે પાંચ લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં ૩ પુરૂષ અને ૨ મહિલાનો સમાવેશ થાય છે. હાલ પાંચેયના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.

બોક્સ..

પાંચેયનાં મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા

સમગ્ર ઘટનાની જાણ ૧૦૮ ની ટીમને થતાં તેઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન ૧૦૮ ની ટીમે ૪ વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ભાવનાબેન સોલંકીના શ્વાસ ચાલુ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલ તો તમામનાં પીએમની કાર્યવાહી કરવામાં આવી રહી છે.મૃતકમાં ૨ સગાભાઈ , ૨ બહેન સહિત ૫ નાં મોત થયા છે.

મૃતકોનાં નામ

ગીરધરભાઈ લીંબાભાઈ સોલંકી (ઉંમર-૫૦)

ગોપાલભાઈ ગીરધરભાઈ સોલંકી (ઉંમર-૧૮)

મહેશભાઈ મેહુલભાઈ સોલંકી (ઉંમર-૧૭)

નિશાબેન મેહુલભાઈ સોલંકી (ઉંમર-૧૩)

ભાવનાબેન ગોરધનભાઈ સોલંકી (ઉંમર-૧૮)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here