સિહોરના રબારીકા ગામની ઘટના, ઘરમાં સુતેલા આધેડની તિક્ષ્ણ હથિયારો ના ઘા ઝીકી હત્યા.
હત્યાનું કોઈ કારણ હજુ સામે નથી આવ્યું, સાથે રહેલા રસોયા ને કેન્દ્રમાં રાખી પોલીસે તપાસ હાથ ધરી, ભુપતભાઇ જાની નામના આધેડ ની હત્યા,

વહેલી સવારે સાથે રહેલા રસોયાએ ગ્રામજનોને જાણ કરી, ભુપતભાઈની લાશ લોહી લુહાણ હાલતે પડી હતી, ભુપતભાઇ અને પરિવાર અમદાવાદમાં સ્થાપી થયા છે, બનાવને લઈ જિલ્લાભરની પોલીસ કાફલો રબારીકા ગામે દોડી ગયો

બ્રિજેશ ગૌસ્વામી .. હરીશ પવાર
સિહોર તાલુકાના રબારીકા ગામે ગત રાત્રીના સમયે પોતાના ઘરમાં સુઈ રહેલા એક આધેડની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી ને હત્યા કરી નાખવાની ઘટના બનવા પામી છે આ બનાવની જાણ ઘરમાં સાથે સુઈ રહેલા રસોઈયા એ સવારે ગ્રામજનો ને જાણ કરતા એસપી ડીવાયએસપી સહિતનો પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.લાશને સિહોર સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સિહોરના રબારીકા ગામે એક આધેડ ની હત્યાને લઈ ચકચાર મચી છે. હજુ દિવાળી ના જ દિવસે ઘાંઘળી ગામે મહિલાની હત્યાની ઘટના તાજી છે ત્યાંજ ફરી જે હત્યાની ઘટના બની છે જેમાં મૂળ સિહોરના રબારીકા ગામના અને હાલ અમદાવાદ સ્થાપી થયેલા અને નારણપુરા વ્યવસાય સાથે સંકળાયેલા ભુપતભાઇ અમરજીભાઇ જાની,ઉ.વ.૫૫ કે જેઓ એકાદ બે દિવસ પહેલા જ કોઈ કામે રબારીકા આવ્યા હોય અને જમવાની અગવડતા ન પડે માટે ત્યાંથી રસોઈયા ને પણ સાથે લાવ્યા હોય ત્યારે ગત રાત્રીના બન્ને લોકો ઘરની લોબી માં સુતા હોય ત્યારે ભુપતભાઇ ની કોઈ ઈસમોએ તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીકી હત્યા કરી નાખેલી હાલત માં લાશ મળી આવી હતી.આ બનાવની જાણ સાથે રહેલા રસોઈયા એ ગામને જાણ કરતા લોકોના ટોળા એકઠા થયા હતા અને ભુપતભાઈની લાશ પોતાના ઘરે ખાટલામાં લોહી લુહાણ હાલતે પડી હતી ભુપતભાઈને ત્રણ પુત્રો છે જેઓ અમદાવાદ સ્થાપી થયા છે મરણજનાર ભુપતભાઈ પોતે પાંચ ભાઈઓ છે એક ભાઈ પૂર્વ સરપંચ છે બનાવને લઈ પોલીસે તમામ ગતિવિઘીઓ શરૂ કરી છે ઘટનાના મૂળ સુધી પોહચવા માટે અલગ અલગ ટિમો કામે લાગી છે એસપી જયપાલસિંહ સહિત ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે લાશ ને પીએમ માટે સિહોર સરકારી દવાખાને ખસેડવામાં આવી છે.જ્યારે પોલીસે આ સમગ્ર ઘટનામાં સાથે અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here