

સલીમ બરફવાળા
સ્વા.જીવાભાઈ કુવાડિયાના સ્મણાર્થે રાજપરા ગામે ભાગવત સપ્તાહનું આયોજન થયું છે કથાની ભવ્ય પોથીયાત્રા ગઈકાલે તારીખ શુક્રવારે સવારે 9 કલાકે ધામધૂમ થી રાજપરા થી કથા સ્થળ સુધી પહોંચી હતી વિષ્ણુબાપુ દાણીધરીયા ના વ્યાસાસને ભાવિક શ્રોતાઓ કથા રસપાન કરી રહ્યા છે આ ભાગવત સપ્તાહ નો સમય સવારે ૯ કલાક થી ૧૨ કલાક સુધી ને બપોરે ૩ કલાક થી ૬ કલાક સુધી સુધી ભાવનગર રાજકોટ રોડ રાજપરા ગામ નજીક હોઈ કથા માં વિવિધ કાર્યક્રમો ધામધૂમથી ઉજવાશે સાથે રાત્રીના નામી અનામી કલાકારો ભજન ની રમઝટ બોલાવશે આ કથામાં સુંદર પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું છે કથા વિરામ ૧૪ તારીખ ને ગુરુવારે યોજાશે આજે શનિવારે આ કથામાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીર અગ્રણી ઉધોગપતિ રઘુભાઈ હુંબલ કોંગ્રેસ અગ્રણી લાલજીભાઈ દેસાઈ શંખનાદ સંચાલક મિલન કુવાડિયા સિહોરના નગર શ્રેષ્ઠી જગુભાઈ મહેતા તથા નિરવભાઈ મહેતા તથા આહીર સમાજના અગ્રણી શ્રેષ્ટિઓ ઉપસ્થિત રહ્યા હતા.