સ્થાનિકથી લઈ રાજ્ય અને દેશના ટોચના નેતાઓએ રાજીવજી ને યાદ કર્યા, સિહોર કોંગ્રેસ દ્વારા પુરવઠા ઓફિસ ખાતે વૃક્ષો વાવ્યા

હરેશ બુધેલીયા
દેશનાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ આજે મંગળવારે ઉજવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ, ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તેમજ ઘણા દિગ્ગજ નેતાઓએ તેમની 75 મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને તેમના પિતાને યાદ કર્યા, તો બીજી તરફ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક જુની તસવીર શેર કરી પૂર્વ વડા પ્રધાનને યાદ કર્યા હતા.
કોંગ્રેસ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે, જેમાં વડા પ્રધાન તરીકે તેમના યોગદાન અને સિદ્ધિઓનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. રાજીવ ગાંધીની જન્મજયંતિને સદભાવના દિવસ તરીકે સ્થાનિક થી લઈ દેશભરના અનેક ભાગોમાં ઉજવવામાં આવે છે. ત્યારે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સવારે સિહોરની પાણી પુરવઠા ઓફીસ,સરકારી દવાખાના સામે,મેઇન રોડ સિહોર ખાતે સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જયદિપસિંહ ગોહિલ ની અધ્યક્ષતામા વૃક્ષારોપણ કરી રાજીવજી ની જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી આ વૃક્ષારોપણ કાર્યક્રમમા પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણ, નાનુભાઈ ડાખરા, પ્રદેશ સહમંત્રી જયરાજસિંહ મોરી,સિહોર નગરપાલિકા ના વિરોધ પક્ષ ના નેતાશ્રી કિરણભાઈ ઘેલડા, મુકેશભાઈ જાની, કરીમભાઇ સરવૈયા, ઇકબાલભાઇ સૈયદ, માનશંગભાઇ ડોડીયા, યોગેશભાઈ વ્યાસ, રહીમભાઇ મહેતર, પી.ટી.સોલંકી,ડી.પી.રાઠોડ, મુકેશભાઈ રાઠોડ આરીફભાઇ ખોખર સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાયઁકરો જોડાયા હતા હતા