દેશભક્તિ ડાયરામાં પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા ની વિશેષ ઉપસ્થિતિ-અદધી રાતે દેશભક્તિ નો રંગે રંગાયું ભાવેણુ

સલીમ બરફવાળા
સિદ્ધિવિનાયક ગ્રુપ ઘોઘાસર્કલ દ્વારા સતત આઠમા વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિ નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપ્રેમ અને પર્યાવરણ બચાવો ની થીમ સાથે જબરદસ્ત ગણપતિ નું આયોજન કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના મંત્રી અને ભાવનગર ના ધારાસભ્ય વિભાવરીબહેન દવે દ્વારા વિશેષ હાજરી આપીને વિનાયક ગણપતિ ની આરતી ઉતારી હતી અને ઉપસ્થિત મહિલાઓ ને ફિટ ઇન્ડિયા થીમ ઉપર સંદેશો આપ્યો હતો.આ સાથે ભારતની યોગ એમ્બેસેડર આંતરરાષ્ટ્રીય યોગ પ્લેયર એવી દેશનું ગૌરવ વધારતી ભાવેણા ની દિકરી જાન્વી મહેતા એ પણ ગણેશજી ની આરતી માં હાજરી આપી હતી અને વંદે માતરમ ગાનમાં સામેલ થઈ હતી સાથે જ તેને સિદ્ધિવિનાયક ગ્રુપની ફિટ ઇન્ડિયા ની થીમ ઉપર પોતાના 13 વર્ષના બહોળા અનુભવ નો નિચોડ રૂપી શારીરિક અને માનસિક ફિટ રહેવા માટે થઈને કેવા પ્રકારના યોગ કરવા જોઈએ તેમજ કેટલો સમય ફાળવો જોઈએ તેની ઉપયોગી માહિતી દર્શનાર્થીઓ ને આપી હતી. રાત્રીના કાર્યક્રમ દેશભક્તિ ડાયરા અને ભારત માતા પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ભાવનગર ના પૂર્વ સાંસદ અને પીઢ નેતા રાજેન્દ્રસિંહ રાણા એ વિશેસ હાજરી આપી હતી. તેમને ફિટ ઇન્ડિયા ઉપર અને નાના બાળકો જે મેદાન ભૂલી ગયા છે તેના પર ખૂબ પ્રેરણા દાયી વાત કરી હતી. આ સાથે કાર્યક્રમ માં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ,પૂર્વ મેયર નીમુંબહેન, નગરસેવક અભયસિંહ ચૌહાણ,આઈબી પીએસઆઇ ગોહિલ સાહેબ,એલસીબી ના જાડેજા સાહેબ,સંઘ પરિવારના મહેશભાઈ વ્યાસ, જિલ્લા યુવા ભાજપના મહામંત્રી વૈભવ જોષી,શ્રીજી બેકરી ના હરપાલસિંહ રાણા,પ્રશાંતભાઈ તથા હેવમોર ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે નામી અનામી રાજકીય અને સામાજિક આગેવાનો ની આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા અને આરતી તેમજ વંદે માતરમ ગાનમાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ ને સફળ કરવા સિદ્ધિવિનાયક ગ્રુપના આયોજક અને કાર્યકર સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here