
દેવરાજ બુધેલીયા
રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અંગે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે રામલલ્લા ન્યાસને વિવાદીત જમીન આપતા સમગ્ર સિહોર શહેર અને જિલ્લામાં ભગવાન શ્રીરામના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા પૂર્વે સિહોર સહિત જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ઠેર-ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતા જ સિહોર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઠાકરદ્વારા મંદિર ખાતે મહા આરતીનું આયોજન કરાયું છે સુપ્રીમ કોર્ટના ચુકાદાને વધાવવામાં આવ્યો હતો. છેલ્લા ઘણાં વર્ષોથી રામમંદિરનો મુદ્દો વિવાદીત રહ્યો હતો. અનેકવાર આ અંગે વિવિધ કોર્ટોમાં સુનાવણી થયા બાદ દેશની સર્વોચ્ચ અદાલતે ગત શનિવારના રોજ ઐતિહાસિક ચુકાદો આપતા રામલલ્લા ન્યાસને વિવાદીત જમીન આપવાનો નિર્ણય કરી મસ્જિદના નિર્માણ માટે વૈકલ્પિક જમીનનો ચુકાદો આપતા દેશભરમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો ગઈકાલે રવિવારે સિહોરના ઠાકરદ્વારા મંદિર ખાતે શહેરના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહા આરતીનું આયોજન કરાયું હતું જેમાં શહેરના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.