પ્રજાની હાડમારીનો અંત આવશે

શંખનાદ કાર્યાલય
સિહોર સહિત ભાવનગર જિલ્લામાં કેટલાક વેપારીઓ રૂ. ૧૦/-ના સિક્કા અને રૂ.૫/-ની નોટ સ્વીકારતા નહીં હોવાની વ્યાપક ફારીયાદો કલેક્ટર કચેરી ખાતે મળેલ છે. ખાસ કરીને પાનના ગલ્લાવાળા, ફેરીયાઓ, તથા હોલસેલના વેપારીઓ રૂ. ૧૦/-ના સિક્કા અને રૂ.૫/-ની નોટ સ્વીકારતા નથી. રીઝર્વ બેંક આવી ચલણી નોટ કે સિક્કા અમાન્ય હોવાની જાહેરાત કરેલ નથી. જેથી તે બજારમાં સર્વ સ્વિકૃત છે. તેથી જો કોઈ વેપારી મનમાની કરી આવી નોટ કે સિક્કા સ્વીકારવા ઈન્કાર કરશે અથવા સ્વીકારશે નહીં તો જે તે વેપારી સામે ફોજદારી કાર્યવાહી થઈ શકશે તેમ જિલ્લા કલેક્ટરશ્રીની યાદીમાં જણાવવામાં આવેલ છે. આવી નોટ કે સિક્કા દરેક બેંકમાં પણ સ્વીકારવામાં આવે છે તેથી વેપારીઓ જાણી જોઈને સમાજમાં ગેરસમજ ઉભી ન કરે તે બાબતે ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા તરફથી અનુરોધ કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here