જામનગર જિલ્લાના ધ્રોલમાં ભરવાડ સમાજની યુવતી પર સામૂહિક દુષ્કર્મ ગુજારવાના મામલે સમગ્ર માલધારી સમાજ ખફા,બપોરના સમયે માલધારી સમાજની મૌન રેલી નીકળી આવેદન આપ્યું


બ્રિજેશ ગૌસ્વામી
જામનગર જિલ્લાના ધ્રોલમાં ભરવાડ સમાજની એક પરણિત (નર્સ) યુવતી પર સામૂહિક દુષ્કર્મ ગુજારવાના મામલે સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે જેના ભાગરૂપે આજે સિહોર માલધારી સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું હતું અને પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી જઈ આવેદનપત્ર પાઠવી અપરાધીઓ સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતી અને એક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતી માલધારી સમાજની એક યુવતિ પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જે મામલે માલધારી સમાજે ઉગ્ર રોષ પ્રગટ કર્યો છે જે ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે ત્યારે જે ઘટના સંદર્ભે આજે સિહોર માલધારી સમાજ દ્વારા એક રેલીનું આયોજન કર્યું હતું ટાઉનહોલ થી મામલતદાર કચેરી સુધી રેલી યોજી વિરોધ પ્રગટ કરીને અને દુષ્કર્મના નરાધમોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here