
શરૂ થયા ત્યાર થી કોઈ ને કોઈ વિઘ્ન નું ભોગ બની રહ્યું છે રો રો ફેરી
દર્શન જોશી
રો રો ફેરીના મુર્હત થી લઈને આજ દિન સુધી કોઈ ને કોઈ વિઘ્ન રો રો ફેરીને આડે આવી જ રહ્યું છે.ઘોઘાથી દહેજ જતી રો રો ફેરીમાં આજે સવારે સુરત જવા માટે ખાલી બેરલ ભરેલ ટ્રકને ચડાવવા જતા ટ્રક ફેરી સવિર્સની રેલીગ તોડી દરિયામાં ખાબકતા અફરા તફરીનો માહોલ સજાર્યો હતો. જો કે સ્થાનિક લોકોએ દરિયામાં ખાબકેલા ટ્રકમાં રહેલ ચાલક સહિત બેને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ઘોઘા પોલીસનો કાફલો દોડી ગયો હતો. ઘટનાની પ્રાપ્ત થતી વિગતો મુજબ ઘોઘાથી દહેજ જતી રો રો ફેરી સવિર્સ આજે સવારે તેના ઉપડવાના નિર્ધારીત સમય મુજબ ઉપડવાની તૈયારીમાં હતી ત્યારે ભાવનગર નજીકની નિરમા કંપનીમાંથી ખાલી બેરલ સહિતનો માલ સામાન સાથે સુરત જવા માટે ટ્રક નંબર જી.જે.પ વાય.વાય. 6473ને ફેરીમાં ચડાવાઇ રહ્યાે હતો ત્યારે અચાનક ટ્રક ફેરીની રેલીગ તોડી સીધો દરિયામાં ખાબક્યો હતો. ટ્રક દરિયામાં ખાબકતા અફરા તફરીનો માહોલ સજાર્યો હતો. જો કે સ્થાનિકોએ દરિયામાં ખાબકેલા ટ્રકમાં રહેલ સીવાનસિંગ રાજપુત (ઉં.વ.22, રહે.યુપી) અને બજરંગસિંગ રાજપુત (ઉં.વ.22, રહે.યુપી)ને બહાર કાઢ્યા હતા અને બન્નેને સારવાર માટે થઈને ઘોઘાના સીએચસી ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જયાં આગળ બન્નેને પ્રાથમિક સારવાર આપી રજા અપાઇ હતી. ઘટનાની જાણ થતા ઘોઘા પોલીસ મથકના પોસઇ પી.કે.મંડોરા સહિતના કાફલાએ દોડી જઇ દરિયામાં ખાબકેલા ટ્રકને ક્રેઇનની મદદ વડે બહાર કાઢવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. દુર્ઘટનાના પગલે રો રો ફેરી તેના નિયત સમય કરતા મોડી દહેજ જવા રવાના થઇ હતી.