કાર્યક્રમના મુખ્ય સ્થાને રાજકીય આગેવાન યુવાનોના પ્રેરણાસ્ત્રોત મિલન કુવાડિયા અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા, દીપને પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુક્યો

સલીમ બરફવાળા
ઉમરાળા તાલુકાના લાખાવાડ ગામે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતુ લાખાવાડ ગામનું યુવા સંગઠન અને ભાવનગર બ્લડ બેંક સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજકીય આગેવાન યુવાનોના પ્રેરણાસ્ત્રોત મિલન કુવાડિયા ખાસ હાજર રહીને દીપની જ્યોત જલાવી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો કાર્યક્રમમાં લાખાવાડ તેમજ આજુબાજુના ગ્રામજનોના સહકારથી ૧૦૩ બોટલ જેટલું બ્લડ એકત્ર થયું હતું લાખાવાડ ગામ ખોબા જેવડુ છે એક હજારથી થી અગિયારસો ની વસ્તી ધરાવતુ ગામ લાખાવાડ એટલે ત્રણ જિલ્લા અને પાંચ તાલુકાની વચાળે આવેલુ છે

લાખાવાડ ગામના યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને લોકોને પ્રેરણા પૂરી પાડી છે અહીં
નિસ્વાર્થ ભાવે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મિલન કુવાડિયા, વિજયભાઈ હુંબલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે ઉમરાળા પોલીસ અધિકારી પઢીયાર, સ્ટાફના રઘુભાઈ કોતર, ભરતસિંહ, ગીરીબાપુ સહિતના દ્વારા બ્લડ ડોનેટ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું લાખાવાડ ગામે સો થી વધુ બોટલ બ્લડ એકત્રિત કરવામાં કરીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે બ્લડ ડોનેશન કેમ્પના આયોજક લખમણભાઈ કુવાડિયા અને સમગ્ર ગ્રામજનોએ દ્વારા કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી