દેવરાજ બુધેલીયા

સિહોર વોર્ડ નં ૭ ના રામનાથ રોડ વિસ્તારની છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક સુવિધાની સમસ્યા રહેલી છે રોડ રસ્તા ગટર સહિતની સમસ્યાઓથી મહિલાઓ ઘેરાઈ ચુકી છે અગાઉ આ બાબતે અહીંની મહિલાઓએ રજૂઆતો પણ કરી છે પરંતુ સમસ્યાઓનું નિરાકરણ આવ્યું નથી જેથી સ્વાભાવિક લોકરોષ મહિલાઓમાં જોવા મળે..આ બાબત હાલ સાધારણ માની લઈએ..કે પ્રાથમિક સુવિધાઓને લઈ લોકોમાં રોષ ફેલાઈ..હોહા અને હોબાળા થાય..આ બધું સ્વાભાવિક બને..પરંતુ આજે વોર્ડ નં ૭ ની મહિલાઓએ જે નગરસેવક પર આક્ષેપ કર્યા છે તે ચોંકાવી દેનારા છે..મહિલાઓએ નગર સેવકને ફોન કરી પોતાની સમસ્યા વર્ણવી તો સામે થી નગરસેવક કહ્યું હું તમારો “હેઠવાસ્યો” છું.. આવું મહિલાઓનું કહેવું છે..ત્યારે અહીં સવાલ એ થાય કે લોકોએ તમને ખોબલે ને ખોબલે મતો આપ્યા છે અને તમે નગરસેવક તરીકે ચૂંટાયા છો અને એ વિસ્તારના પ્રતિનિધિ બન્યા છો એટલે એ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવું તે તમારી પ્રાથમિક જવાબદારી છે..તમે ચૂંટાયા છો એ વિસ્તારની સમસ્યા માટે લોકો ફોન કરે તો એમાં માઠું ન લગાડાઇ..તમે નગરસેવક છો..જવાબદાર છો..લોકો એકવાર નહિ એક હજાર વખત ફોન કરશે સમસ્યા માટે..કારણ તમારી નગરસેવક તરીકેની જવાબદારી છે અને પ્રજાનો અધિકારી પણ છે જેમણે મત આપીને એક જવાબદારી સોંપી છે એટલે તમને ફોન કરી પોતાની સમસ્યા જણાવે છે..અને પ્રજાને અપેક્ષા પણ હોઈ જ..બાકી ક્યાં પંચરવાળા કરીયાણાની દુકાનવાળા કે પાનના ગલ્લાવાળાને એ રહીશો એમની સમસ્યા કેવા જાય..છે.? તમારા પાછળ નગરસેવક શબ્દ ઉમેરાયો એટલે લોકો તેમની રજુઆત કરવા ફોન કરે અને સમસ્યા જણાવે છે બાકી લોકોની સમસ્યા હલ ન થાય..જવાબો ન આપવા હોઈ તો રાજકારણ છોડી શકો છો..આપણને ક્યાં કોઈ કોલર પકડીને રાજનીતિ માં લાવ્યું છે..લાગે છે તમારા પાછળ નગરસેવક નામનો શબ્દ ઉમેરો એટલે તમારી ભાષા બદલાઈ ગઈ માટે સત્તા મળી છે તો લોકો સાથે નમ્રતા રાખજો બસ એટલી જ અમારી વિન્નતી છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here