
દેવરાજ બુધેલીયા
આગામી તારીખ ૧૭ ના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ છે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે આજે સિહોર ભાજપ દ્વારા સેવા સપ્તાહનો પ્રારંભ ફ્રુટ વિતરણથી કરાયો છે સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટનું વિતરણ કરીને પ્રધાનમંત્રીના જન્મ દિવસની સપ્તાહ ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા