કિસાન ક્રાંતિ ટ્રષ્ટ સિહોર દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું, ખેડૂતોને તાત્કાલિક વળતર ચુકવવા રજૂઆત

દેવરાજ બુધેલીયા
કિસાન કાંતિ ટ્રસ્ટ સિહોર દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ છે.અને જણાવ્યુ છે કે સરકાર દ્વારા ગુજરાતમાં વરસાદ આંકડાના આધારે સમગ્ર ગુજરાત રાજયની ખેતીને અસરગ્રસ્ત જાહેર કરવા માંગ કરાઇ છે. કિસાન કાંતિ ગુજરાતે આપેલ આવેદનપત્રમાં જણાવ્યુ છે કે સરકાર દ્વારા ગુજરાતમાં પડેલા વરસાદના આંકડાના આધારે સમગ્ર ગુજરાત રાજયની ખેતીને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ખેડુતોને પાક વિમો મંજૂર કરવામાં આવે અને ખેડુતોની લાગણી ન સમજી શકનાર મુખ્યમંત્રીને બદલવા ઉગ્ર માંગણી કરવામાં આવી છે.આવેદનપત્રમાં વધુ જણાવ્યુ છે કે ગુજરાતના હાલ ૩૦ જેટલા જિલ્લામાં અને ૧૪૫ તાલુકામાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતના ખેડુતો બેહાલ થયા છે.તો સમગ્ર ગુજરાતને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે અને વિમાકંપની તેમજ બિન વિમાવાળા ખેડુતોને સરકારના પેકેજ દ્વારા નુકસાનનુ તાત્કાલિક વળતર ચૂકવવાના સમયે ખોટા સર્વે કરાવવા કરતા સમગ્ર ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવો જોઇએ.સરકાર પાસે ખેડુતોના તમામ ડોક્યુમેન્ટ છે જેવા કે ૭/૧૨,૮અ ,બેંક એકાઉન્ટ નંબર,આધારકાર્ડ વગેરે હોવા છતા ખેડુતોને દુઃખદ સમયે ખોટા તાલુકા કે જિલ્લા મથકે દોડાવવામાં આવે છે.અને ખોટા ખર્ચમાં ઉતારવામાં આવે છે.ખેડુતોની ખેતરની પરિસ્થીતીનો ફોટો પાડવો અને તેની પ્રિન્ટ કરાવવા શહેરમાં જવુ અને ફોટો કોપી લઇને ગ્રાંમમાં ફોટોકોપી સાથે ફોર્મ સબમીટ કરવુ.આવા તઘલખી નિર્ણય થતા હોવા છતા મુખ્યમંત્રી યોગ્ય માર્ગદર્શન બની અને યોગ્ય નિર્ણય કરી શકતા નથી તેવુ લાગી રહ્યુ છે.તો આવનાર સમયમાં ગુજરાતની અસ્મિતા,શાંતિ,દહોડાય એવા સંજોગોમાં સામે આવી શકે તેમ છે.ગુજરાતની પ્રજાને યોગ્ય માર્ગદર્શક બની શકે અને ખેડુતોના દુઃખદ સમયે યોગ્ય નિર્ણય લઇ શકે એવા મુખ્યમંત્રી દરેક ગુજરાતના ખેડુતો વતી અમારી માંગણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here