દેવરાજ બુધેલીયા
આસોસુદ એકમથી નવરાત્રીના પાવન પર્વની શરૂઆત થઈ રહી છે ત્યારે હાલમાં બદલાયેલા વાતાવરણને લઈ ખેલૈયાઓમાં ચિંતા જાગી છે હિન્દુ સંસ્કૃતિમાં દરેક તહેવારનું અનેરું મહત્વ જોવા મળે છે. દરેક પર્વની ઉજવણી માટે નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. નવરાત્રિ પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે બજારોમાં ચીજ વસ્તુ ખરીદીની રોનક જોવા મળી રહી છે ખાસ કરીને નવરાત્રિ પર્વનું મહત્વ ગુજરાતમાં વિશેષ હોઈ તેની ઉજવણીનું મહત્વ વિશેષ જોવા મળે છે. નવરાત્રિ પર્વમાં ઝુમવા માટે ખાસ સ્ટેપ્સની સાથે સાથે વિવિધ ખાસ પરિધાનોની પણ માંગ વધુ રહેતી હોય છે. જેને લઈ વેપારીઓ દ્વારા અત્યારથી જ ખેલૈયાઓ માટે વિવિધ પ્રકારના વસ્ત્રોનો સ્ટોક કરી દીધો છે. હાલ તો ધીમી ગતિએ ખરીદી થઈ રહી છે પરંતુ જેમ-જેમ પર્વ નજીક આવશે તેમ-તેમ ખેલૈયાઓ દ્વારા ખરીદીનો માહોલ જામશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે બીજી તરફ વરસાદી માહોલ વચ્ચે પણ આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here