અતિ ચર્ચાસ્પદ મોટા સુરકા હત્યા કેસ, રાજકોટથી ચોરાયેલા બે રોયલ બુલેટ, શ્રાવણ માસમાં અસંખ્ય જુગાર કેસો સહિત અનેક ગુનાના ભેદો ઉકેલ્યા

આખા વર્ષ દરમિયાન નોંધનિય કામગીરી કરી, ઉચ્ચ અધિકારી અને ગૃહ વિભાગ સુધી સિહોરની પોલીસ અધિકારીની નોંધ લેવાઈ, પ્રણવ સોલંકીની આઈજી અશોક કુમાર યાદવ એસપી રાઠોરે સરાહના કરી અભિનંદન પાઠવ્યા

સલીમ બરફવાળા
સિહોર પોલીસમાં છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જ પીઆઇ તરીકે ફરજ બજાવતા પીઆઇ પ્રણવ સોલંકીએ સમગ્ર વર્ષ દરમિયાન પરિણામલક્ષી કામગીરીમાં મોખરે રહીને બાજી મારી છે અને આખાઈ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોને પાછળ રાખી દઈ એક જબરદસ્ત કામગીરી કરી છે જેની નોંધ ગૃહ વિભાગે પણ લીધી છે અને ભાવનગર રેન્જના આઈજી અશોકકુમાર યાદવ અને એસપી રાઠોરે કામગીરીને બિરદાવી સરાહના કરીને અભિનંદન પાઠવ્યા છે જેમ સૈનિક આપણી સીમાઓ પર પોતાનો જીવ જોખમમાં મુકી સુરક્ષા કરે છે. તેમ સીમાઓની અંદર દેશમાં ઘણા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ છે જેમના કારણે કાયદો વ્યવસ્થા હજુ પણ સચવાયેલી છે. અગાઉ પણ ઘણા આવા બહાદુર પોલીસ કર્મીઓ લોકો સમક્ષ આવ્યા છે તો ઘણા પ્રામાણિક પોલીસ કર્મીઓ અને અધિકારીઓ હજુ પણ જાહેરમાં નથી આવ્યા પણ પોતાનું કાર્ય પ્રામાણિક વફાદારી અને હિમ્મતપુર્વક કરે જ છે જેનો ઉત્તમ દાખલો સિહોર પોલીસના ઇન્ચાર્જ પીઆઇ પ્રણવ સોલંકી છે..હાલમાં પ્રણવ સોલંકી સિહોરની પ્રજામાં ૧૦૦ માંથી ૧૦૦ માર્ક લઈ જાય તેવી પ્રજાભિમુખ કામગીરી તેમની છે ક્રાઇમની ઘટનાઓમાં પ્રણવ સોલંકીની કામગીરી અને સ્ટાફ સાથેનું સંકલન અને અપરાધીઓનાં મૂળ સુધી પોહચવાની કુનેહ કાબિલેતારીફ છે સિહોર અને પંથકમાં બનેલી અતિ ચર્ચાસ્પદ મોટા સુરકા હત્યા કેસ, સાથે રાજકોટથી ચોરાયેલા બે રોયલ બુલેટ, શ્રાવણ માસમાં અસંખ્ય જુગાર કેસો સહિત અનેક ગુનાહિત ભેદો ઉકેલ્યા છે પ્રણવ સોલંકી ખૂબ જ શિસ્તબદ્ધ અધિકારી છે કાયદો અને વ્યવસ્થાની બાબતમાં લેશમાત્ર નમતું નહિ જોખનારા પ્રણવ સોલંકી અન્ય ક્રાઇમની ઘટનાઓમાં મોટા ભાગે તાત્કાલિક આરોપીઓને ગિરફ્તાર કરીને કાયદો અને વ્યવસ્થાને નિયંત્રણમાં કરવા જબ્બર કામગીરી કરે છે ત્યારે આખાઈ વર્ષ દરમિયાન રેન્જ આઈજી અશોક કુમાર યાદવ એસપી રાઠોર પાલીતાણા ડીવાયએસપી જાડેજા સાથે પ્રણવ સોલંકીની પરિણામલક્ષી કામગીરીને બિરદાવી જ પડે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here