કપડાં ધોવા માટે બહેન ભાઈને સાથે લઈ ગઈ..ભાઈ રમત રમતી વેળાએ લપસી પડ્યો અને ડૂબ્યો..તે વેળાએ બહેને પણ ભાઈને બચાવ ડૂબકી મારી..બન્ને ડૂબ્યા અને બન્નેના મોતથી અરેરાટી

મિલન કુવાડિયા
વલભીપુર નજીક આવેલ પીપળ ગામે કેરી નદી આવેલી છે જ્યાં આજે બપોરના સમયે એક કરૂણાતીકા સર્જાઈ છે અને નદીમાં ડૂબી જવાથી ભાઈ બહેન બન્ને મોતને ભેટ્યા છે પીપળ ગામે રહેતા જ્યોતિબેન કિશનભાઈ સારોલીયા અને પ્રેમ કાળુંભાઈ આ બન્ને સગ્ગા ભાઈ બહેન છે આજે બપોરના સમયે બહેન પોતાના ભાઈ પ્રેમને સાથે રાખીને પીપળ ગામમાં આવેલી કેરી નદીએ કપડાં ધોવા માટે લઈ ગઈ હતી ભાઈ રમત રમતો હતો અને બહેન રાબેતા મુજબ પોતાનું કપડા ધોવાનું કામ કરી રહી હતી તે દરમિયાન ભાઈ પ્રેમ રમત રમતા રમતા કેરી નદીમાં પડતા બહેન જ્યોતિએ એક ક્ષણની રાહ જોયા વગર ભાઈને બચાવવા કેરો નદીમાં ઝંપલાવ્યું હતું કમનસીબે બન્ને ડૂબી જતાં ભાઈ બહેન બન્નેના મોત નિપજ્યા હતા ઘટનાને લઈ સ્થાનિક લોકો એકઠા થઇ ડૂબી ગયેલા બન્ને ભાઈ બહેનને કેરી નદી માંથી બહાર કાઢીને લાશનો કબ્જો વલ્લભીપુર પોલીસે લઈ લાશને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે બનાવને લઈ પીપળ અને આજુબાજુ ગામોમાં કમનસીબે બનેલી ઘટનામાં ગમગીની પ્રસરી જવા પામી છે.