
નિલેશ આહીર
વલ્લભીપુર શહેરમાં આવેલ દેવીપૂજક ચોક આજુબાજુના રહેણાંકી વિસ્તારમાં દારૂના ધંધા કરનારા અસામાજીક તત્વો નશાખોરો ગાળાગાળી કરીને અહીં વિસ્તારનો માહોલ અભદ્ર બનાવતા તત્વો પડ્યા પાથર્યા રહે છે જે ને કારણે સાંજ પછી આ વિસ્તારના બહેનો દીકરીઓ માટે બહાર નીકળવું અશક્ય બની ગયું છે જે ને કારણે અહીં રહેતા પરિવારોના નાના બાળકોમાં ખરાબ અને ગંદી આદતો પડે છે જેને લઈ અહીંના વિસ્તારના લોકોએ આ વિસ્તારમાં વ્યક્તિગત ધ્યાન આપીને પેટ્રોલીંગ કરવા બંદોબસ્ત ફાળવવા તેમજ સીસીટીવી કેમેરાઓ સહિત બનતું કરીને લુખ્ખા તત્વો માંથી લોકોને મુક્તિ અપાવવા લોકોએ રજુઆત કરીને લેખિત આવેદન પાઠવ્યું છે.