યાસીન ગુંદીગરા
સિહોરના વળાવડ ગામની શૈક્ષણિક પ્રાથમિક સ્કૂલ ખાતે ૭૩ માં સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી શાળાની પરંપરા મુજબ વળાવડ ગામના પ્રથમ નાગરિક સરપંચ સુરાભાઈ કરમટિયા વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થી અને વિધાર્થીનીઓ, શિક્ષકો દ્વારા પરેડ, દેશભક્તિ ગીત, નાટક, યોગા, નૃત્ય જેવી અનેક સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનો તેમજ શિક્ષકગણ વિદ્યાર્થીઓ દ્વારા ખાસ કરીને સ્કૂલના મહિલા પ્રિન્સિપાલ પદમાંબેન દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય અપાયા હતા વિદ્યાર્થીઓને ઈનામ/પ્રમાણપત્ર/શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી