
બ્રિજેશ ગૌસ્વામી
આજે લોકસેવા ટ્રસ્ટ સંચાલિત કન્યા વિધાલય સિહોરના વળાવડમાં સ્વયંપાક દિનનું આયોજન થયેલ જે અંતર્ગત કન્યા વિધાલયની દિકરીઓએ જુદી જુદી ટુકડીમાં વહેચાય પોતાની જાતે વિવિધ રસોઈ બનાવી હતી અને અવનવી વાનગીઓનું આયોજન અને એસ્ટ્રીમેંટ બનાવી બપોરનું અને સાંજના ભોજનનું આયોજન કર્યું કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા સંતશ્રી પ.પુ.ધર્મદાસબાપુ ,ડો.પ્રજાપતિ સાહેબ, લક્ષ્મણભાઈ કાઠિયા તથા ભાવનગર થી ઉદેશંગભાઈ પરમાર તથા સંસ્થા પ્રમુખશ્રી મેહુરભાઈ લવતુકા હાજર રહી વિધાથીઓના સવાઁગી વિકાસની સરાહના કરેલ.આવી સ્કુલો ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરે છે.તેમ જણાવેલ સમગ્ર કાયઁક્રમ ને સફહ બનાવવા આચાયઁશ્રીએ અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.