દેવરાજ બુધેલીયા
સિહોર તાલુકાના વળાવડ ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે સ્થાપના દિવસ ઉજવાયો છે ૧૯૫૪ ના વર્ષમાં કાર્યરત થયેલી આ શાળાને આજે સફળતાપૂર્વક ૬૫ વર્ષ થયાં છે અને ૬૬ માં વર્ષમાં પ્રવેશ થયો છે આજરોજ વળાવડ ગામના સરપંચ સુરાભાઈની ઉપસ્થિતમાં અને સ્કૂલના શિક્ષકગણ અને વિધાર્થીઓની મોટી હાજરીમાં શાળાના આચાર્ય પદમાંબેન દ્વારા કેક કાપીને શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉપરાંત શાળાના બાળકો માટે પાઉભાજીના નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જેનો ખર્ચ શાળાના શિક્ષક દ્વારા આપવામાં આવ્યો હતો અને આ પ્રસંગે સરપંચ દ્વારા બાળકોને ચોકલેટ વિતરણ કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here