દેવરાજ બુધેલીયા
સિહોર સાથે થોડા દિવસ અગાઉ કમોસમી વરસાદ પડયા બાદ વાતાવરણમાં ફેરબદલ થવાના પગલે મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં વધારો નોંધાયો હતો. ત્યારે છેલ્લા બે દિવસથી તાપમાનના પારામાં થઇ રહેલાં ઘટાડાના પગલે તેમજ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં થોડા દિવસ અગાઉ મહા વાવાઝોડાની અસર હેઠળ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થયો હતો. જેથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં વધઘટ થઇ હતી. આ વાતાવરણની અસર સિહોર સાથે જિલ્લા ઉપર પણ જોવા મળી હતી અને તાપમાનનો પારો વધ્યો હતો. આમ છેલ્લા બે દિવસથી જે પ્રકારે તાપમાનના પારામાં ઘટાડો થઇ રહ્યો છે અને દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ સર્જાતા ઠંડીમાં પણ ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here