હરીશ પવાર
વાળુકડ ગામ નજીકથી આરઆરસેલ અને ઘોઘા પોલીસે વિદેશી દારૂનો જથ્થાે ભરેલા આઇશર ટેમ્પો સાથે ૩ શખ્સોને ઝડપી લઇ ૩૯૫ પેટી, ૬૪૩૦ બોટલ, ટેમ્પો, ૩ મોબાઇલ તેમજ રોકડ મળી કુલ રૂપિયા ૨૦,૧૭,૪૬૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઘોઘા પંથકમાં પેટ્રાેલીગ દરમ્યાન આરઆરસેલનાં પોસઇ પરમાર તેમજ જીતુભા સહિતનાઆેને મળેલી પુર્વ બાતમીનાં આધારે ઘોઘા પોલીસનાં પોસઇ મંડોરા સહિતનાઆેને સાથે રાખી ઘોઘા તાલુકાનાં વાળુકડ ગામ નજીકથી આઇશર ટેમ્પો નંબર જી.જે.૨૩ એ.ટી.૦૨૬૬ ને અટકાવી તલાશી લેતા ટેમ્પોમાં તાલપત્રી નીચે છુપાવેલી વિદેશી દારૂની ૩૯૫ પેટી, ૬૪૩૦ બોટલ મળી આવતા ટેમ્પોમાં રહેલા બાપી સરકાર બાબુ સરકાર (ઉ.વ.૨૯, રે.કલ્યાણગઢ, જી.નોથર્-૨૪ પરગણા, પશ્ચિમ બંગાળ), વિશાલ બટુક પરમાર (ઉ.વ.૨૦ રે.શામપરા-સિદસર) અને સુયોજીત ઉર્ફે સુજીત રણજીત મોરોલ (ઉ.વ.૨૬, રે.દરિયાસુડી, જી.નોથર્-૨૪ પરગણા, પશ્ચિમ બંગાળ)ને વિદેશી દારૂ, આઇશર ટેમ્પો, ૩ મોબાઇલ ઉપરાંત રોકડ મળી કુલ રૂપિયા ૨૦,૧૭,૪૬૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઇ પ્રાેહિબીશન હેઠળ ગુનો નાેંધી ઘોઘા પોલીસ મથકનાં પોસઇ મંડોરાએ ત્રણેય શખ્સોની જીણવટભરી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here