સિહોરના જાંબાળા ટાણા વરલ થોરાળી સહિત વિસ્તારોમા સવારથી વરસાદી માહોલ

હરીશ બુધેલીયા
ભાવનગર જિલ્લામાં બીજા કોઇ સ્થળે મહા વાવાઝોડાની અસર થાય કે, ન થાય પરંતુ સિહોર તાલુકામાં તેની અસર જોવા મળી છે આજે વહેલી સવારથી સિહોર સહિત પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો સુસવાટા મારતો પવન શરૂ થયા બાદ ટાણા વરલ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને આજે સવારે પણ ઝાપટા ચાલું હતા સિહોર શહેરમાં તો સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને મેઘરાજાની પધરામણી થઇ હતી સિહોરના જાંબાળા ટાણા વરલ થોરાળી સહિત વિસ્તારોમાં સારો વરસાદ ખાબક્યો હતો જ્યારે મથકોએ પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ સજાર્ઇ રહ્યાે હોવાનાં અહેવાલો મળી રહ્યા છે જ્યારે ખેડૂતોમાં ચિંતાની લકીરો તણાઇ રહી છે કપાસ અને મગફળી પાકોને મોટું નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે ત્યારે વાવાઝોડાની આગાહીને પગલે ખેડૂતો મુસીબતમાં મુકાયા છે