
દેવરાજ બુધેલીયા
ભાવનગરના વિદ્યાનગરમાં આજે બપોરે કોલેજીયન યુવાનોના કોઇ જુના ઝઘડામાં ફરી ડખ્ખો ઉભો થયો હતો અને માહોલ ગરમાતા આ અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. જયારે સિટીડીવાયએસપી ઠાકર પણ ઘટના સ્થળે પહાેંચેલ. દરમ્યાનમાં પોલીસ આવી જતા યુવાનો વિખેરાઇ ગયા હતા. જયારે સ્થળ પરથી એક ફ્રન્ટી કાર મળી આવી હતી. જેમાં તપાસ કરતા ઘોકા, પાઇપ જેવા હિથયારો જણાયા હતા. આથી પોલીસે કાર જપ્ત લઇ ત્રણ શખ્સોએ એ ડીવીઝન લઇ જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં સત્તાવાર વિગતો બહાર આવી નથી પરંતુ પોલીસ ફરિયાદની તજવીજ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે