દેવરાજ બુધેલીયા
સિહોરની શહેરની સુપ્રસીધ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ, સંસ્કૃતિ સ્કૂલ – સિહોર ના પટ્ટાગણમાં શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે. જેમાં ધાર્મિક પ્રવૃતિના ભાગરૂપે આજરોજ તારીખ – ૦૬/૦૯/૨૦૧૯ ને શુક્રવારનાં રોજ ધોરણ :- ૩ ના વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવાર દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ભગવાન ગણપતિજીની આરતી કરવામાં આવી હતી. આ સાથે તમામ વિદ્યામંજરી જ્ઞાનપીઠ પરિવારના સદસ્યો આરતી ઉતારી ભગવાન પાસે ઉત્તમ જ્ઞાન અને વિદ્યાની પ્રાર્થના કરી હતી. ગણેશ ઉત્સવને લગતી જુદી-જુદી સ્પર્ધાઓનું આયોજન તેમજ માટીના ગણપતિને મૂર્તિઓ પણ બાળકોએ બનાવી હતી. આ ગણપતિ ઉત્સવ-૨૦૧૯ તારીખ ૧૧/૦૯/૨૦૧૯ સુધી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here