દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ, સિહોર ખાતે તા-૨૦/૦૮/૧૯ને મંગળવાર ના રોજ જન્માષ્ટમી પર્વની ઊજવણી ધામધુમથી કરવામાં આવી.

જેમાં બાલમંદિર તથા ધોરણ – ૧ થી ૫ નાં વિદ્યાર્થીઓ દ્વારા જન્માષ્ટમીને લગતુ વક્તવ્ય, ગીત જેવી કૃતિઓ રજુ કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મોત્સવ,ગોકુળીયું ગામ તેમજ ગરબાં નું પણ વિશેષ આયોજન કરેલ હતું.વિદ્યાર્થીઓ માંથી કૃષ્ણ બનેલ નટખટ નાનાં-નાનાં કાનુડાએ પોતાની વાંસળી દ્વારા મટકી ફોડી. તેમાંથી ચોકલેટનો વરસાદ પણ કર્યો હતો.આ રીતે વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર દ્વારા કૃષ્ણ જન્મોત્સ્વ(જન્માષ્ટમી) ની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. ટ્રસ્ટી/સંચાલકશ્રી પી.કે.મોરડીયા સાહેબ દ્વારા કૃષ્ણ/રાધા સાથે ગરબાની પણ મોજ માણી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here