દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ- ૧૨ નાં વિધાર્થીઓ એ શાળાકીય રમત-ગમત કબડ્ડી સ્પર્ધામાં ભાગ લઇ તાલુકા કક્ષાએ પોતાની પ્રતીભાને ઉજાગર કરેલ. ત્યારબાદ આ ટીમ તાલુકા કક્ષાએ રમીને આ ટીમનાં ચાર વિદ્યાર્થીઓ (૧) પરમાર હાર્દિક નાગજીભાઈ, (૨) ચાડ માહીર મહેશભાઈ, (૩) ડોડીયા ભગીરથસિંહ વનરાજભાઈ અને (૪) ગોહિલ ભાગ્યદિપસિંહ અશોકસિંહ જીલ્લા કક્ષાની કબડ્ડી ટીમમાં પસંદગી પામ્યા. હવે પછી આ ચાર વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાની કબડ્ડી ટીમમાંથી પસંદગી પામી તા.૨૪-૧૦-૨૦૧૯ થી ૨૫-૧૦-૨૦૧૯ સુધી આયોજીત રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધા જે અરવલ્લી જીલ્લાનાં શામળાજી મુકામે આયોજીત થયેલ છે, તેમાં રમવા જશે. આ ચારેય વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરે તે માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરિવારે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here