વેપારીઓએ કહ્યું કોંગ્રેસે અંગત હિત પોતાનો સ્વાર્થ અથવા તો રાગદેશ રાખીને રજુઆત કરી છે, આવી કોઈ બાબતો નથી, બીજા અનેક ધંધાઓ ચાલે છે પ્રજાની આટલી ચિંતા છે તો કરોને રજુઆતો

આવેદનમાં એવું કહેવાયું છે કે કોંગ્રેસ દ્વારા અંગતહિત અને અંગત સ્વાર્થ અને મફત અથવા તો લીધેલી વસ્તુના પૈસા બાકી રાખવાની ના પાડી હોઈ તે અણબનાવમાં દુશ્મનાવટ રાખીને બદનામ કરવાના હેતુથી કોંગ્રેસ રજુઆત કરી છે, વેપારીઓનો ખુલ્લો આક્ષેપ, મામલે શહેરભરમાં ચકચાર

બ્રિજેશ ગૌસ્વામી
થોડા દિવસ પહેલા સિહોર શહેર કોંગ્રેસ દ્વારા મીઠાઈમાં થતી ભેળસેળની વાતને લઈ આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી આવેદન બાદ છેલ્લા ત્રણ ચાર દિવસથી મીઠાઈના વેપારીમાં રજુઆત કરનાર કોંગ્રેસના આગેવાનો સામે પ્રબળ રોષ ફેલાયો છે આ મામલે છેલ્લા દિવસોથી શહેરમાં વેપારીઓની બેઠકો ચાલી રહી છે આજે સાંજના સમયે સિહોરના મીઠાઈ વેપારીઓએ કોંગ્રેસના આગેવાનો સામે ગંભીર પ્રકારના આક્ષેપો કરીને અધિકારી મામલતદારને આવેદન પાઠવી આક્રોશ ભેર રજુઆત કરી છે ત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલતા આ વિવાદને વધુ વેગ મળ્યો છે મીઠાઈના વેપારી દ્વારા આપવામાં આવેલ લેખિતમાં આવેદનપત્રમાં કોંગ્રેસના આગેવાનો ગંભીર આક્ષેપો લગાવાયા છે જેમાં વેપારીઓનું કહેવું છે કે કોંગ્રેસ દ્વારા જે રજૂઆતો કરવામાં આવી છે.. તે પ્રકારના કૃત્ય અમે કરતા નથી.. અમે ગ્રાહકને ટેસ્ટ કરાવીને માલ વેચીએ છીએ..ગ્રાહક સાથે ભાવતાલ કરીને વેપાર કરીએ છીએ.બિલ આપીએ છીએ..જે બિલ આપીએ છીએ તેની વિગતો પણ લખેલી હોઈ છે..અને અનેક વખતો અમારા વેપારીઓમાં તંત્ર દ્વારા ચેકીંગ પણ કરાયું છે..અને સેમ્પલો પણ લેવાયા છે..અને કસૂરવાર સામે તંત્રએ કાર્યવાહી પણ કરેલી છે..અને કોંગ્રેસના આટલી પ્રજાની ચિંતા છે તો અનેક ધંધાઓમાં છડેચોક વેપલો ચાલે છે તેમાં રજૂઆતો નથી કરતા..વેપારીઓ દ્વારા કોંગ્રેસ સામે સણસણતા આક્ષેપો કરતા જણાવ્યું છે કે અંગત હિત પોતાનો સ્વાર્થ અથવા તો રાગદેશ રાખીને રજુઆતો કરેલી છે, આવી કોઈ બાબતો નથી, અંગતહિત અને અંગત સ્વાર્થ અને મફત અથવા તો લીધેલી વસ્તુના પૈસા બાકી રાખવાની ના પાડી હોઈ તે અણબનાવમાં દુશ્મનાવટ રાખીને બદનામ કરવાના હેતુથી કોંગ્રેસે રજુઆત કરીના વેપારીઓનો ખુલ્લા આક્ષેપ સામે શહેરભરમાં હોહાંપો મચી જવા પામ્યો છે અને મામલો અને વિવાદ વકરી રહ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here