પાલીતાણાના વીરપુર ગામની ઘટના: ત્રણ સગા ભાઈઓના તળાવમાં ડૂબી જતાં મોત: નહાવા ગયેલા ત્રણેય ભાઈઓ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થયા: સ્થાનિકો દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા: નાના એવા વીરપુર માં માતમ છવાયો.

સલીમ બરફવાળા
પાલીતાણા તાલુકા વીરપુર ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણ સગા ભાઈઓના ડૂબી જતાં મોત ની ઘટના બનવા પામી છે. વીરપુર ગામના સુખાભાઈ મેઘજીભાઈ ચૌહાણ ના પુત્રો તળાવમાં નહાવા ગયા હોય ત્યારે પાણીમાં ગરકાવ થઈ જતા ત્રણેયના મોત નિપજ્યા હતા.આ બનાવની જાણ થતાં ગ્રામજનો ત્યાં ઉમટી પડ્યા હતા જ્યારે સ્થાનિકો તરવૈયાએ બાળકોના મૃતદેહ ને બહાર કાઢ્યા હતા.આ બનાવની જાણ પોલીસ ને કરતા પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને હાલ લાશને પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવી છે. 5,8 અને 10 વર્ષના સગા ત્રણ ભાઈઓના મોતથી પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું.જ્યારે નાનકડા વીરપુર ગામમાં દિવાળીના તહેવારોમાં ઘટના બનતા માતમ છવાઇ ગયું છે.