ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ અભિનેતા હિતેન કુમારના હસ્તે એવોર્ડ સ્વીકારતા સંસ્થા સંચાલક મિલન કુવાડિયા, હેમરાજસિંહ વાળા સહિત સંચાલકોનું વડોદરામાં જબરદસ્ત આયોજન

અભયરાજસિહ વાળા
શંખનાદ એટલે સત્ય ને ઉજાગર કરી લોકોની સમસ્યા ને અવાજ આપતી ન્યુઝ ચેનલ અને વોટ્સએપ પેપર દ્વારા પળે પળ ની માહિતી આપતું એકમાત્ર સિહોરની સંસ્થા સંચાલકને વડોદરાના કૈલાસ પાર્ટી પ્લોટ ખાતે રોજની ની ઝળહળાટ વચ્ચે ગુજરાત સીને મીડિયા એવોર્ડ(GCMA)-2019 એવોર્ડ નો ભવ્ય અને રંગારંગ સમારંભ શનિવારે તા. 7/9/2019 ના ગુજરાતી સીને જગતના જાજરમાન અભિનેતા અભિનેત્રી, સિરિયલ ના પ્રસિદ્ધ કલાકારો, રાજકીય આગેવાનો સામાજિક સંસ્થાઓ ના આગેવાનો ની વિશાળ હાજરીમાં એવોર્ડ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ માં સિહોરની સ્થાનિક લોકપ્રિય ન્યુઝ ચેનલ શંખનાદ ન્યુઝ ચેનલ સંસ્થાને એવોર્ડ ગુજરાતી ફિલ્મ જગતના અભિનેતા હિતેન કુમાર ના હસ્તે શંખનાદ સંસ્થાના સંચાલક મિલન કુવાડિયા ને અર્પણ કરવામાં આવ્યો હતો. તાળીઓના ગડગડાટ વચ્ચે એવોર્ડ સ્વીકાર્ય કર્યા બાદ ઉપસ્થિત મહાનુભાવો અને સીને જગતના સિતારાઓ ને આભાર માનીને કહ્યું હતું કે શંખનાદ એ એક ચેનલ નથી એ લોકો સાથે જોડાયેલી સંસ્થા છે. લોકોની સમસ્યાઓ નો અવાજ બનીને નીડર પણે તેમના હક માટે તંત્ર સામે અવાજ ઉઠાવે છે. આ સંસ્થાનો પૂર્ણ થયેલ દસકો શંખનાદ ના વાચકો અને ચાહકો ને જ આભારી છે. શંખનાદ ને એવોર્ડ મળતા જ અડધી રાતે ઠેરઠેર થી અભિનંદન ની અવિરત વર્ષા શરૂ થઈ ગઈ હતી.આ સમાંરોહ માં દેશની ચોથી જાગીર ને એવોર્ડ આપી સન્માનિત કરીને સાથે ગુજરાતી ફિલ્મ અને ટેલી જગતના સિતારાઓ, સંગીતકાર,સાહિત્યકાર, દિગ્દર્શક, શિક્ષણ જગત સાથે સંકળાયેલ, રમત ગમત સાથે સંકળાયેલા,કલા અને અન્ય ક્ષેત્રે સંકળાયેલ પ્રેરણારૂપ મહાનુભાવો ને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને હેમરાજસિંહ વાળા અને ટીમેં વડોદરા ખાતે જબરદસ્ત આયોજન કર્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here