હરેશ બુધેલીયા
સિહોર ના ભરવાડ સમાજ ના નવ યુવાન દેવાભાઈ ભીમાભાઈ બુઘેલીયા ને મોણપર ગામે ગોબરાબાવા ના ઠાકર દ્રારા મંદીર ખાતે જન્માષ્ટમી ના દિવસે સમાજ સેવા ગૌ સેવા ની કામગીરી નિમીતે સન્માન કરવામા આવ્યુ હતુ. દેવાભાઈ બુઘેલીયા સિહોરની ઘણી સંસ્થા સાથે કામગીરી કરે છે.
પોતે માલઘારી વિકાસ સંગઠન ના પ્રમુખ ગૌ રક્ષા મા પણ કામગીરી કરે છે. સિહોર શહેર બજરંગદળ ના પ્રમુખ છે
તેમજ જેમણે એક પત્રકાર તરીકે ની ઓળખ અપાવી તેવા મીલનભાઈ કુવાડીયા ની શંખનાદ ચેનલ મા પણ કેમેરા મેન તરીકે ની કામગીરી પણ બજાવે છે તેવા સિહોર ના નવ યુવાને સિહોર શહેર તેમજ તાલુકા નુ ગૌરવ વધારેલ છે.