કહો પુનમના ચાંદને ઉગે આથમણી ઓર, સોળે કળાએ ખીલેલા ચંદ્રમાના તેજોમય વાતાવરણમાં રાત્રી રઢીયાળી બની: આસો સૂદ પુનમ એટલે કે શરદ પૂર્ણીમાની ઠેરઠેર રાસોત્સવ અને દુધ-પૌવાના પ્રસાદના કાર્યક્રમો,

ટાઉનહોલ, મરજીહોલ મોટાચોક્ સહિત ગરબી મંડળો અને વિવિધ જ્ઞાતિ સમુદાયો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા એક દિવસીય રાસોત્સવમાં જામી પડી

દેવરાજ બુધેલીયા, હરેશ બુધેલીયા,
શરદ પૂર્ણિમાની રઢિયાળી રાતમાં ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનમાં હજારો ગોપીઓ સંગ રાસલીલી કરી હતી. જેથી આસો સુદ-15ના દિવસે હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં રાસોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સમય સાથે હવે શરદ પૂનમ સાથે ખાણી-પીણી પણ જોડાતા શરદ પૂર્ણિમાના દિવસે સમગ્ર સિહોરમાં રાસોત્સવ અને સ્વાદોત્સવ સાથે શરદ પૂનમની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે ધાર્મિક, આદ્યાત્મિક અને આરોગ્યની દ્રષ્ટીએ શુભ ગણાતા શરદ પૂનમના પર્વની ગઈકાલે ઉજવણી કરવામાં આવી હતી શરદ પૂનમની રાત્રિએ પુર્ણકળાએ ખીલેલા ચંદ્રમાની રોશની વચ્ચે ઠેર-ઠેર રાસ-ગરબાની રમઝટ જામી હતી. જ્ઞાાતિ-સંસ્થાઓ તેમજ શેરી-સોસાયટીના મિત્ર મંડળો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદ પૂનમે રાસ-ગરબાનું આયોજન કરાયું હતું આ ઉપરાંત સિહોર શહેરમાં ટાઉનહોલ અને મરજીહોલ સાથે મોટાચોક વિસ્તારમાં ભવ્ય રાસગરબાના આયોજનો થયા હતા નવરાત્રિ બાદ ફરી પ્રાચીન-અર્વાચીન સ્ટેપ સાથે રાસ-ગરબાની રમઝટ કરતા ખેલૈયાઓ જોવા મળ્યા હતા રાસોત્સવની સાથે શરદ પૂનમનો તહેવાર સ્વાદોત્સવ તરીકે પણ જાણિતો છે. સિહોરવાસીઓ ઉંધિયુ-પૂરી, દહીંવડાની જિયાફત માણી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી જ્યારે રાત્રે ચાંદનીના અલૌકિક અજવાળામાં હરવા ફરવાના સ્થળોએ મેળો ભરાતો હોય ધાર્મિક સ્થળો વગેરે માનવ મહેરામણ ઉમટી પડે છે પડશે. લોકો પરિવાર સાથે આવા પર્યટન સ્થળોએ ખાણી-પીણીની મોજ પણ માણી હતી
શરદ પૂર્ણિમામાં દૂધપૌઆની પરંપરા હવે વિસરાતી જઈ રહી છે. તેમ છતાં પરંપરામાં માનનારા પરિવારો શરદ પૂનમે ચાંદનીના અજવાળામાં રાખેલા દૂધપૌઆની લિજ્જત માણી હતી આ ઉપરાંત પૂનમ સુધી ભવાઈ વેશો ભજવતા મંડળો દ્વારા મહાકાળી માતાજીનો સ્વાંગ કાઢવામાં આવ્યા હત જ્યારે જુદી જુદી જગ્યાએ માતાજીનો હવન, મહાપ્રસાદ, પાટોત્સવ સહિતના કાર્યક્રમો પણ ધાર્મિક વાતાવરણ વચ્ચે યોજાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here