સમી સાંજે પોલીસનો મોટો કાફલો મેઈન બજારમાંથી પસાર થતા લોકોમાં અચરજ અને ફફડાટ ફેલાયો, ૪૨ બોટલ હાથ લાગીની પ્રાથમિક જાણકારી

ગુજરાતમાં દારૂના મુદ્દે રાજકારણમાં ચાલતા ધમાસણ વચ્ચે સિહોર પોલીસ એક્શન મોડમાં: અનેક સ્થળોએ પેટ્રોલીંગ અને દરોડા

શંખનાદ કાર્યાલય
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના દારૂબંધી અંગેના નિવેદન પછી રાજ્યના રાજકારણમાં ધમાસાણ મચ્યું છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ આડકતરી રીતે ગુજરાત પોલીસ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી દારૂનાં હપ્તા જતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
રાજ્ય પોલીસવડાએ દારૂબંધીની ચુસ્ત અમલવારી માટે પોલીસતંત્રને તાકીદ કરી છે ત્યારે સિહોર પોલીસ એક્શન મોડમાં આવી છે અને હાઈવે સાથે શહેરના તમામ વિસ્તારો શેરી ગલી મહોલ્લાઓમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે અને ચારેબાજુ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે રાત્રીના આઠ કલાકે મળતા પ્રાથમિક અહેવાલો મુજબ સિહોર પોલીસના રાજભા, ગૌતમ રામાનુજ, અર્જુનસિંહ, અશોકસિંહ, બીજલભાઈ, રામદેવસિંહ સહિતનો સ્ટાફ ઇન્ચાર્જ પીઆઇ પીઆર સોલંકીના આદેશથી પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન સમગ્ર કાફલો શહેરના મેઈન બજાર મોર્ચા શેરી વિસ્તારમાં ત્રાટકયો હતો અને પ્રાથમીક જાણકારી અનુસાર પોલીસને વિદેશી દારૂ હાથ લાગ્યો છે શહેરમાં સમી સાંજે પોલીસનો મોટો કાફલો શહેર માંથી પસાર થતા લોકોમાં અચરજ અને ફફડાટ ફેલાયો હતો આ લખાઈ છે ત્યારે હાલ પોલીસે દારૂનો કબજો લઈ કાર્યવાહી શરૂ કરી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે દારૂ કોનો હતો ક્યાંથી આવ્યો હતો કોના કબ્જા માંથી મળ્યો છે તે પોલીસ પણ ભીતરી વિગતો એકઠી કરી રહ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની દારુબંધીને લઈને પક્ષ વિપક્ષ દ્વારા સામસામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અશોક ગહેલોતે જ્યારે ગુજરાતમાં ઘરે ઘરે દારુ પીવાય છે તેવું નિવેદન આપ્યું ત્યારે સામે ભાજપના નેતાઓ અને મુખ્યમંત્રી દ્વારા આ નિવદેનને ગુજરાતના લોકોનું અપમાન ગણાવાયું હતું. જે પછી બંને પક્ષોના નેતાઓ દ્વારા વિવિધ નિવેદનો કરીને ગુજરાતમાં દારુ પીવાચ છે કે નહીં તે અંગે નિવેદનો કર્યા આ અરસામાં સિહોર પોલીસ એક્શન મોડમાં આવી છે હાઇવે સહિત શહેરના તમામ વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here