હરેશ પવાર
ગઈકાલે પ સપ્ટેમ્બર સમગ્ર દેશમાં ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નના જન્મદિવસે શિક્ષણ દિન તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે સિહોર અને પંથકની અનેક શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી થઇ હતી. અનેક શાળાઓમાં અભ્યાસ કરતા શિક્ષકો બન્યા હતા તથા સાડી પહેરીને પર્સ ઝૂલાવતા ‘મેડમ’ ની એકશન કરતા બાળ શિક્ષકો તથા અનેક બાળ શિક્ષકો કોટ, પાટલૂન પહેરીને શિક્ષકનો સીન જમાવતા હતાં. અનેક શાળાઓમાં આખો વહીવટ જ શિક્ષકોને સોંપીને પટાવાળાથી આચાર્ય સુધીના કાર્યો વિદ્યાર્થીઓ કર્યા હતા તથા ભણવવાની અવનવી પધ્ધતીઓ તથા જ્ઞાન સાથે ગમ્મતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતાં. તો અનેક છાત્રો શિક્ષક થતા એક દિન કા સુલતાનની જેમ ભારમાં વટ સાથે કામગીરી કરી હતી તો કેટલાયે નવા શિક્ષકો શિક્ષક કરતા પણ સુંદર રીતે કામગીરી કરતા જણાયા હતા તો કેટલાક શિક્ષકોની નકલ કરતા લેશન આપવું સજા કરવી ખુરશીમાં બેઠા બેઠા ભણાવવું જેમ શિક્ષકની નકલ કરતા નજરે પડયા હતાં ત્યારે સિહોરની એલડી મુનિ સંસ્થા ખાતે શિક્ષકો દ્વારા બાળકોને ભોજન કરાવી શિક્ષક દિવસની ઉજવણી કરી હતી તો તાલુકાના ભોળાદ ગામે આવેલ પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરીને મોટિવેશન સ્પીચ આપવામાં આવી હતી અને શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here