બધા મને માફ કરજો અને ખુશ રહેજો.. બસ માં મુકિત આપજો…

ફાયરજવાનોએ સતત ત્રણ દિવસ સુધી શોધખોળ કરી યુવા બિલ્ડરની આજે ભાળ મળી  : સ્યુસાઇડ નોટમાં કોઇ કારણ જણાવ્યુ નથી

શંખનાદ કાર્યાલય

મૂળ તળાજાના શોભાવડ ગામના અને હાલ સુરતના નાના વરાછા અને મોટા વરાછાને જોડતા સવજી કોરાટ બ્રીજ પરથી યુવાન બિલ્ડરે તાપી નદીમાં છલાંગ મારી હતી. ફાયરજવાનોએ સતત ત્રણ દિવસ  સુધી નદીમાં તેમની શોધખોળ કરી હતી આજે ત્રીજા દિવસે ભાળ મળી હતી ફાયરબ્રિગેડના સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ નાના વરાછાના ચીકુવાડી પાસે સ્નેહ સ્મૃતિ સોસાયટીમાં રહેતા 35 વર્ષીય શૈલેષભાઇ પ્રેમજીભાઇ વઘાસીયા ગુરૃવારે સવારે મોપેડ લઇ ઘરેથી નીકળ્યા હતા અને સવજી કોરાટ બ્રીજ પર ગયા હતા.ત્યાં તેમણે મોપેડને સાઇડમાં પાર્ક કરીને ચપ્પલ પણ સાઇડમાં ઉતારી દીધી હતી.બાદમાં તે નદીમાં કુદી પડયા હતા. ત્યાંથી પસાર થતા વ્યકિતની નજર પડતા તેણે ફાયરબ્રિગેડને જાણ કરી હતી.તેથી ફાયરઓફિસર વિનોદભાઇ રોજીવાડીયા ફાયરજવાનો સાથે પહોંચી ગયા હતા અને નદીમાં બે બોટમા 8 ફાયરજવાનોએ તેમની શોધખોળ આદરી હતી. ફાયરજવાનો ઓકસીજન બોટલ  પહેરીને પાણીની અંદર પણ ગયા હતા. જેમાં 6 થી 7 ઓકસીજન બોટલનો ઉપયોગ થયો હતો. સતત ત્રણ દિવસ સુધી નદીમાં શોધખોળ કરી હતી.જોકે આજે જેઓનો મૃતદેહ મળી આવ્યો હતો નોધનીય છે કે શૈલેષભાઇ મુળ ભાવનગરના તળાજા તાલુકાના શોભાવડગામના વતની હતા.તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.તે બાંધકામ કન્ટ્રકશના કામ સાથે સંકળાયેલા હતા. નાણાકીય તકલીફમાં તેણે આ પગલુ ભર્યુ હોવાની ચર્ચા છે. સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ સામે આવશે.પોલીસવાળા ભાઇઓને નમ્ર વિનંતી કે..તેમની પાસેથી મળી આવેલી  સ્યુસાઇડ  નોટમાં લખ્યુ હતુ કે ” હે માં અંબાજી માં,ખોડીયાર માં, મારા મૃત્યુ પાછળ કોઇ પણ વ્યકિત જવાબદાર નથી. બસ પોલીસવાળા ભાઇઓને નમ્ર વિનંતી કે જો મારૃં મૃત્યુ થઇ જાય તો મારા ઘરના સભ્યો કે મને લાગતા વળગતા બીજા કોઇ પણ વ્યકિતઓને કોઇ પણ જાતની પૂછપરછ કરવી નહી.નહિતર મારી અત્માને શાંતિ નહી મળે.અને માં,   ઘરે લાલ મોટા ચોપડામાં મારી લેતી-દેતી અને વીમાની વિગત છે. અંદાજીત પાના નંબર લાલ ચોપડામાં ઉપર જ લખેલુ છે.બસ બધા મને માફ કરજો અને ખુશ રહેજો. અને રાજુભાઇ ઘરને સંભાળી લેજે. બા-બાપા મને માફ કરજો.મે તમને ક્યારેય ખુશી આપી નથી. બસ મને માફ કરી દેજો. બસ માં મુકિત આપજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here